1. લોકો ગામ છોડીને શહેર તરફ શા માટે જતા હોય છે?
ઉત્તર : લોકો કામની શોધમાં અને શહેરી જીવન વિશેની વાતો સાંભળીને તેનાથી અંજાઈ જાય છે . આથી પોતાનું ગામ છોડીને શહેરમાં જાય છે .

2. ગામથી આવેલા લોકોને શહેરમાં સરળતાથી કામ - ધંધો મળી રહે છે. (√ કે X)
ઉત્તર :
X

3. ગામ છોડીને શહેરમાં આવેલા લોકોને શરૂઆતમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે ?
ઉત્તર :
ગામ છોડીને શહેરમાં આવેલા લોકોને શરૂઆતમાં રહેવાની, કામ મેળવવાની, ખોરાક - પાણીની અને કેટલીક વખત ભાષાની(બોલીની/ વાતચીતની) તકલીફ પડે છે.

4. અનુજભાઈ ___ગામથી મુંબઈ આવ્યા હતા.
ઉત્તર :
સિંદૂરી

5. અનુજભાઈએ મુંબઈમાં કર્યું કામ કરવાનું શરૂ કર્યું હતું ? 
ઉત્તર : D
(A) શાક વેચવાનું
(B) માછલી પકડવાનું
(C) માછલી વેચવાનું
(D) માછલાંની જાળ સાંધવાનું

6. અનુજભાઈને તેમના કામથી મળતા પૈસા જીવન જીવવા પૂરતા હતા .(√ કે X )
ઉત્તર :
X

7. અનુજભાઈએ તેમની કમાણીમાંથી શેના પૈસા ચૂકવવા પડતા હતા ?
ઉત્તર :
અનુજભાઈએ તેમની કમાણીમાંથી દવાના, ખાવાના, શાળાની ફીના, ઘરના ભાડાના તથા પાણીના પૈસા ચૂકવવા પડતા હતા.

8. લોકોની ભીડમાં પણ અનુજને શાથી એકલું લાગતું હતું ? 
ઉત્તર : અનુજનો દિવસ તો કામ કરવામાં જતો રહેતો પણ રાત્રે તેને જૂનું ગામ , ત્યાંના લોકો , ત્યાંનું જીવન યાદ આવતું હતું . અહીં તેની સાથે વાત કરવા માટે તેમાંથી કોઈ ન હતું, એટલે તેને ભીડમાં પણ એકલું લાગતું હતું.

9. પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ?
ઉત્તર :
હોતોની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે રહેવા માટે યોગ્ય મકાન શોધવું, નવેસરથી કામ - ધંધો કે નોકરી શોધવી , જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, પાણી વગેરે મેળવવાની, જૂના મિત્રો છોડી નવા મિત્રો બનાવવાની, નવા લોકો સાથે વાત - ચીતની આપ - લે કરવાની વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

10. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે?
ઉત્તર :
અનુજના કુટુંબ જેવા લોકોએ રોજગારી મેળવવા અને બાળકોને યોગ્ય શાળાકીય શિયાળા મળે તે માટે શહેરમાં આવવું પડે છે.

11. અનુજનો જન્મ ___ગામમાં થયો હતો.
ઉત્તર :
ખેડી

12. ખેડી ગામના કુદરતી વાતાવરણ વિશે જણાવો.
ઉત્તર :
ખેડી ગામ લીલાં જંગલો અને પર્વતો વચ્ચે આવેલું હતું. ત્યાં શાંતિ હતી. પણ મૌન ન હતું. ત્યાં વહેતી નદીઓનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાંઓનો ખખડાટ અને પક્ષીઓના કલરવ જેવા નાનંદદાયક અવાજો હતા. 

13. શહેરમાં કયો ઘોંઘાટ હોય છે ?
ઉત્તર :
શહેરમાં વાહનોની અવર - જવરનો , કારખાનાંનાં મશીનોનો, વાહનોના હોર્નનો, મિલોનાં ભૂંગળાંઓનો, જાહેરાતોનાં લાઉડસ્પિકરો વગેરેના અવાજોનો ઘોંઘાટ હોય છે.

14. ખેડી ગામના લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા ? 
ઉત્તર : ખેડી ગામના લોકો ખેતી કરતા, નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા. તેમજ જંગલી ફળ, મૂળ, અને સુકા લાકડાં એકઠાં કરતાં. પોતાના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. કેટલીક વસ્તુઓને નદીની પેલે પાર મોટા નગરમાં વેચી આવતા વગેરે પ્રવૃત્તિઓ ક૨તા હતા.

15. ગામના બાળકો વડીલો પાસેથી શું શું શીખતા હતા ? 
ઉત્તર : વડીલો જોડે કામ કરતાં કરતાં બાળકો તેમની પાસેથી નૃત્ય કરતા, વાંસળી અને ઢોલ વગાડતા, માટીના અને વાંસના ઘડા બનાવતા, પક્ષીઓને ઓળખતા અને તેમના અવાજની નકલ કરવાનું શીખતા હતા.

16. વડીલો બાળકોને નીચેનામાંથી કયું કામ શીખવતા હતા ? 
ઉત્તર : A
(A) વાંસળી વગાડવાનું 
(B) જોડાં બનાવવાનું
(C) શિકાર કરવાનું 
(D) આપેલ તમામ

17. ખેડી ગામના લોકો પૈસાથી નીચેનામાંથી કઈ વસ્તુ ખરીદતા ન હતા ? 
ઉત્તર : C
(A) મીઠું 
(B) અનાજ 
(C) ફળો (D) કપડાં

18. ખેડી ગામના લોકો પૈસાથી શું ખરીદતા હતા ?
ઉત્તર :
ખેડી ગામના લોકો પૈસાથી મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડાં કપડાં ખરીદતા હતા.

19. ખેડી ગામના લોકો કેવી રીતે રહેતા હતા ?
ઉત્તર :
ખેડી ગામના લોકો એક મોટા પરિવારની જેમ રહેતા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાને મદદ કરતા હતાં. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝધડા ઉકેલતા હતા.

20. યુવાન થતાં અનુજ કયાં કયાં કામ કરવા લાગ્યો ? 
ઉત્તર : યુવાન થતાં અનુજ ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલાં પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધિય વનસ્પતિ તેમજ માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા.

કવીઝ : નિકુંજકુમાર સવાણી

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.
👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો

સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended ધધોરણ ૫ આસપાસ સેમ ૨ એકમ 18 હવે અમે ક્યા જઈએ exam on //.

Total Question of exam : .
Attempted Question:
Correct answers:
Wrong Answer :
Total obtained percentage is .
Over all result is
શેર કરો
21. ખેડી ગામના લોકો સંપીને રહેતા હતા. (√ કે X )
ઉત્તર :


22. અનુજે શીખેલી કઈ કઈ વાતો તેને મુંબઈમાં કામ આવશે ?
ઉત્તર :
માછલી પકડવી, ઢોલ અને વાંસળી વગાડવી, ગીત ગાવું કે નૃત્ય કરવું વગેરે જેવાં કામ અનુજને મુંબઈમાં રોજગારી મેળવવા માટે કામમાં લાગશે.

23. ખેડી ગામના લોકોને શા માટે તેમનું ગામ છોડવું પડ્યું હતું.