-->
3 thi 8 nu material

NEW UPDATE

200 GK Question FROM SOCIAL SCEINCE STD 7

Post a Comment
1.પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે ?
જવાબ: પટોળું
2.સૌ પ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા ?
જવાબ: ચાવડા
3.વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું ?
જવાબ: સરસ્વતી
4.ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી ?
જવાબ: સોલંકી
5.ક્યા રાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંન્દ્રાચાર્ય થઈ ગયા ?
જવાબ: સિદ્ધરાજ જયસિંહ
6.ક્યા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું ?
જવાબ: સિદ્ધરાજ જયસિંહના
7.ક્યા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી ?
જવાબ: કુમારપાળના
8.ગુજરાતમાં રાણીની વાવ ક્યાં આવેલી છે ?
જવાબ: પાટણમાં
9.રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?
જવાબ: રાણી ઉદયમતીએ
10.રાણીની વાવ કેટલા માળની છે ?
જવાબ: સાત
11.કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યાં હતાં ?
જવાબ: રાજમાતા મીનળદેવીના
12.ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
જવાબ: પાટણમાં
13.ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો ?
જવાબ: રાણી નાઈકીદેવીએ
14.અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું ?
જવાબ: સુલતાન અહમદશાહે
15.હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધહેમ શબ્દાનુશાસન
16.સોલંકીયુગમાં સોમનાથ પાટણ ક્યા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું ?
જવાબ: શૈવ
17.સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધધામ કયું હતું ?
જવાબ: દ્વારકા
18.ગુજરાતમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે ?
જવાબ: મોઢેરા
19.ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા સ્થળે આવેલું છે ?
જવાબ: વડનગર
20.વનરાજના પિતાનું નામ શું હતું ?
જવાબ: જયશિખરી
21.અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે ?
જવાબ: અનાવાડ
22.નવા વસાવેલા નગરનું નામ 'અણહિલવાડ પાટણ' વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું ?
જવાબ: પોતાના મિત્ર અણહિલના નામ પરથી
23.ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી ?
જવાબ: 196
24.નીચેનામાંથી કયો રાજા સોલંકી વંશનો રાજા ન હતો ?
જવાબ: કરણઘેલો
25.સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન છોડી, મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા ?
જવાબ: છ
26.કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો ?
જવાબ: મીનળદેવીએ
27.કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો ?
જવાબ: અલાઉદ્દીન ખીલજીની
28.ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા ?
જવાબ: કરણદેવ વાઘેલો
29.સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું ?
જવાબ: વાઘેલા
30.સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી હતું ?
જવાબ: રાજાનું
31.સોલંકીઓનાં રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું ?
જવાબ: મહામાત્ય
32.સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાખાતાને કયા નામે ઓળખવામાં આવતું ?
જવાબ: શ્રીકરણ
33.સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો ?
જવાબ: મંડલ
34.સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો ?
જવાબ: પંથક
35.સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા ?
જવાબ: શૈવ
36.આબુમાં કયું મંદિર પ્રખ્યાત છે ?
જવાબ: વિમલવસહિ
37.સલ્તનત કાળમાં જ્યારે સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં કેટલાક પુસ્તકો લખાયા ?
જવાબ: ફારસી
38.ભારતમાં કયા પવનોના લીધે વરસાદ પડે ?
જવાબ: નૈઋત્ય
39.આમાંથી કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે ?
જવાબ: મેઘાલય
40.આમાંથી કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે ?
જવાબ: રાજસ્થાન
41.ભારતમાં આમાંથી કયા મહિનામાં શિયાળો હોય છે ?
જવાબ: જાન્યુઆરી
42.ક્યા રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે છે ?
જવાબ: રાજસ્થાન
43.ઉત્તર ભારતની નદી કઈ છે ?
જવાબ: સતલુજ
44.કઈ નદી દક્ષિણ ભારતની નદી છે ?
જવાબ: નર્મદા
45.નાગાર્જુન યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: કૃષ્ણા
46.ભાખરા-નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: સતલુજ
47.પુલીકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: તમિલનાડુ
48.ચિલિકા (ચિલ્કા) સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: ઓરિસ્સા
49.ધાતુમય ખનીજ કયું છે ?
જવાબ: તાંબું
50.અધાતુમય ખનીજ કયું છે ?
જવાબ: ફ્લોરસ્પાર
51.વીજળીના તાર બનાવવા માટે કયું ખનીજ વપરાય છે ?
જવાબ: તાંબું
52.કયું વૃક્ષ ખરાઉ કે મોસમી જંગલોનું વૃક્ષ છે ?
જવાબ: મહુડો
53.ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે ?
જવાબ: ખેર
54.છાપકામની શાહી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લાખનો
55.ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ
56.ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર
57.નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: ગુજરાત
58.આબોહવા કોને કહેવાય ?
જવાબ: વાતાવરણની લાંબાગાળાની સ્થિતિને
59.ભારતનું ભૌગોલિક સ્થાન ક્યાં છે ?
જવાબ: ઉત્તર ગોળાર્ધમાં
60.ભારત કયા ઉત્તર અક્ષાંશો વચ્ચે આવેલો છે ?
જવાબ: 80 થી 370
61.ભારતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
62.ભારતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી
63.ભારતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
64.મોસમ પ્રમાણે બદલાતા પવનોને શું કહેવાય ?
જવાબ: મોસમી પવનો
65.ઉંચાઈ પર આવેલા સ્થળોએ હવામાન કેવું રહે છે ?
જવાબ: ઠંડુ
66.દરિયાકિનારે આબોહવા કેવી હોય છે ?
જવાબ: સમ
67.મધ્ય અને વાયવ્ય ભારતમાં ઉનાળામાં કેટલું તાપમાન હોય છે ?
જવાબ: 450 થી 500
68.માનવ દ્વારા સંગ્રહિત અને વિશ્વાસ બેસે તેવી વસ્તુ કે પદાર્થના ગુણ, ક્ષમતા અને કાર્ય-જે માનવની મિલકત બની જાય તેને શું કહેવાય ?
જવાબ: સંસાધન
69.પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલા, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહેવાય ?
જવાબ: કુદરતી સંસાધન
70.કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે ?
જવાબ: ઉત્તર ભારતની નદીઓ
71. પંજાબ મુખ્ય કેટલી નદીઓ વહે છે તેથી પંજાબ રાજ્યનું નામ પડ્યું છે ?
જવાબ: 5
72.કઈ નદી પંજાબ રાજ્યમાં થઈને વહે છે ?
જવાબ: આપેલી બધી
73.કઈ નદી બિહારમાં થઈને વહે છે જેથી તે નદીમાં દર વર્ષે ભયંકર પૂર આવે છે ?
જવાબ: કોશી
74.કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી ?
જવાબ: દક્ષિણ ભારતની નદીઓ
75.નર્મદા અને તાપી નદી કોને મળે છે ?
જવાબ: અરબ સાગરને
76.ગોદાવરી, કાવેરી, તુંગભદ્રા નદી કોને મળે છે ?
જવાબ: બંગાળાની ખાડીને
77.હીરાકુંડ યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: મહા નદી
78.હીરાકુંડ યોજના કયા રાજ્યમાં આવેલી છે ?
જવાબ: ઓરિસ્સા
79.નાગાર્જુન યોજના ક્યા રાજ્યમાં આવેલી છે ?
જવાબ: આંધ્રપ્રદેશ
80.નીચેનામાંથી ખારાં પાણીનું સરોવર કયું છે ?
જવાબ: પુલીકટ
81.નીચેનામાંથી મીઠાં પાણીનું સરોવર કયું છે ?
જવાબ: વુલર
82.કઈ નદીઓ જળ ધોધ બનાવે છે ?
જવાબ: દક્ષિણ ભારતની નદીઓ
83.સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
84.કોલાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશ
85.દલ અને વુલર સરોવર કયા રાજ્યમાં આવેલા છે ?
જવાબ: જમ્મુ કાશ્મીર
86.નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: ગુજરાત
87.નીચેનામાંથી કયું કુદરતી સરોવર નથી ?
જવાબ: ગોવિંદ સાગર
88.નીચેનામાંથી કયું કૃત્રિમ સરોવર નથી ?
જવાબ: પુલીકટ સરોવર
89.ગોવિંદ સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે ?
જવાબ: સતલુજ
90.ગાંધી સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે ?
જવાબ: ચંબલ
91.નિઝામ સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે ?
જવાબ: માંજરા
92.નિઝામ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશ
93.નાગાર્જુન સાગર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશ
94.ગાંધી સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
95.ગોવિંદ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ: હિમાચલ પ્રદેશ
96.કઈ યોજનામાં મુખ્ય નહેર ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી મોટી નહેર બનશે ?
જવાબ: નર્મદા
97.જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. આવા પદાર્થોને શું કહે છે ?
જવાબ: ખનીજ
98.પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનીજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી તેમાં અશુદ્ધિઓ હોય છે તેથી તેને શું કહે છે ?
જવાબ: અયસ્ક
99.ખનિજો કોની બક્ષિસ છે ?
જવાબ: કુદરતની
100.નીચેનામાંથી કયું સંચાલન શક્તિનું ખનીજ છે ?
જવાબ: કોલસો
*****
મહેન્દ્રસિંહ. કંકાવટી. પે.સે.શાળા. ...........................
101.વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગમાં ક્યું ખનીજ વપરાય છે ?
જવાબ: મેંગેનીઝ
102.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું
103.ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?
જવાબ: અબરખ
104.કયું ખનીજ ધાતુ ગાળણ ઉદ્યોગો માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરસ્પાર
105.ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે ?
જવાબ: 5000
106.આપણા આયુર્વેદમાં કેટલા વૃક્ષો અને છોડવાઓનું વર્ણન છે ?
જવાબ: 2000
107.કઈ ઋતુમાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે ?
જવાબ: પાનખર ઋતુમાં
108.ગંગા નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ શાના તરીકે જાણીતું બન્યું છે ?
જવાબ: સુંદરવન
109.કયા વૃક્ષોના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે ?
જવાબ: સુંદરીના
110.ટોપલાં, સાદડી વગેરે કયા વૃક્ષના લાકડામાંથી બને છે ?
જવાબ: વાંસના
111.ટર્પેન્ટાઈન કયા વૃક્ષના રસમાંથી બને છે ?
જવાબ: ચીડના
112.ભારતનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે ?
જવાબ: હાથી
113.ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે ?
જવાબ: એકશીંગી ગેંડો
114.વિશ્વભરમાં વાઘની કેટલી જાતિઓ છે ?
જવાબ: 8
115.ભારતમાં રૉયલ ટાઈગર (સફેદ વાઘ) ક્યાં જોવા મળે છે ?
જવાબ: પશ્ચિમ બંગાળમાં
116.ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત
117.કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન કયાં આવેલું છે ?
જવાબ: રાજસ્થાનમાં
118.ભારતમાં જોવા મળતું સૌથી વજનદાર પક્ષી કયું છે ?
જવાબ: ઘોરાડ
119.બે ફૂટ થી વધુ ઉંચાઈ ધરાવતું પક્ષી કયું છે ?
જવાબ: સારસ
120.કચ્છમાં મોટા રણમાં કાદવકિચડના ઢગ બનાવી કયું પક્ષી ઈંડા મૂકે છે ?
જવાબ: સુરખાબ
121.ભારતમાં કેટલા અભ્યારણ્યો આવેલાં છે ?
જવાબ: 490
122.ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે ?
જવાબ: 89
123.કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
જવાબ: અસમ
124.થરનું રણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
125.કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
126.બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
જવાબ: કર્ણાટક
127.દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
જવાબ: જમ્મુ અને કશ્મીર
128.કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરાખંડ
129.પૃથ્વીની સપાટી પર માનવીને પીવાલાયક મીઠું પાણી કેટલું છે ?
જવાબ: 2% કરતાં પણ ઓછું
130.સોનાની ખાણ ક્યાં આવેલી છે ?
જવાબ: કર્ણાટક
131.ભારતની મોટામાં મોટી નદી કઈ છે ?
જવાબ: ગંગા
132.દક્ષિણ ભારતના લોકો ગરમીથી બચવા કેવા કપડાં પહેરવાનું પસંદ કરે છે ?
જવાબ: સુતરાઉ
133.આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?
જવાબ: લોકશાહી
134.ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?
જવાબ: લોકઅદાલતો
135.બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?
જવાબ: તાલુકા અદાલત
136.ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?
જવાબ: ઈ.સ.1960માં
137.ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
જવાબ: અમદાવાદ
138.મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
જવાબ: દીવાની
139.ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
જવાબ: ફોજદારી
140.ન્યાયની દેવીનું નામ શું છે ?
જવાબ: આસ્ટીન
141.ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?
જવાબ: આંખે
142.ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?
જવાબ: તલવાર-ત્રાજવું
143.તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?
જવાબ: ટ્રાયલ કોર્ટ
144.પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?
જવાબ: FIR
145.ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
જવાબ: જિલ્લા ફોજદારી અદાલતમાં
146.કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
જવાબ: તાલુકા દીવાની અદાલતમાં
147.તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?
જવાબ: જિલ્લા અદાલતમાં
148.તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?
જવાબ: જિલ્લા અદાલત
149.આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?
જવાબ: સળંગ
150.આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?
જવાબ: સ્વતંત્ર અને નિષ્પક્ષ
151.દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?
જવાબ: ગુનેગાર
152.ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?
જવાબ: હક
153.કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?
જવાબ: જિલ્લા
154.રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?
જવાબ: વડી અદાલત
155.દેશની સૌથી મોટી અદાલત કઈ છે ?
જવાબ: સર્વોચ્ચ અદાલત
156.કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?
જવાબ: વડી અદાલત
157.રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
જવાબ: રાજ્યપાલ
158.રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ: હાઇકોર્ટ
159.અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?
જવાબ: ફરિયાદી
160.ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?
જવાબ: ધરપકડ
161.તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય ?
જવાબ: વૉરન્ટ
162.બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત કયા નામે ઓળખાય છે ?
જવાબ: વકીલ
163.નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની અરજીને શું કહે છે ?
જવાબ: અપીલ
164.પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?
જવાબ: અસીલ
165.ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?
જવાબ: જુબાની
166.ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?
જવાબ: અટકાયત
167.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?
જવાબ: ફોજદારી
168.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
જવાબ: જિલ્લાની અદાલતમાં
169.'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?
જવાબ: ફોજદારી
170.'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
જવાબ: જિલ્લાની અદાલતમાં
171.જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકીએ ?
જવાબ: વડી અદાલતમાં
172.'જમીનદારે હંસાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણા આપ્યા ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?
જવાબ: દીવાની
173.તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
જવાબ: દીવાની
174.જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
જવાબ: ફોજદારી-દીવાની બન્ને
175.વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?
જવાબ: ફોજદારી-દીવાની બન્ને
176.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?
જવાબ: સમતોલ ન્યાય આપવાનું
177.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?
જવાબ: ગુનો સાબિત થાય તો સજા કરવાનું
178.ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?
જવાબ: પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું
179.અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?
જવાબ: લોક અદાલતો
180.લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?
જવાબ: સમાધાન
181.પાણીપતના મેદાનમાં બાબરે કોને હરાવ્યો ?
જવાબ: ઇબ્રાહીમ લોદીને
182.ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી ?
જવાબ: બાબરે
183.ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગાને બાબરે કયા મેદાનમાં હરાવ્યા ?
જવાબ: કાનવાના
184.બાબરના પુત્રનું નામ શું હતું ?
જવાબ: હુમાયુ
185.કોનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો ?
જવાબ: અકબર
186.આમાંથી કોને મુઘલ શાસક ગણી શકાય નહિ ?
જવાબ: શેરશાહ સૂર
187.શેરશાહે હુમાયુને કેટલી વાર હરાવ્યો હતો ?
જવાબ: બે
188.બૈરામખાનની દોરવણી નીચે અકબરે કોને હરાવ્યો હતો ?
જવાબ: હેમુને
189.અકબરના અવસાન પછી સલીમ કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદીએ બેઠો ?
જવાબ: જહાંગીર
190.મેવાડના કયા રજપૂતોએ લાંબા સમય સુધી અકબર સામે યુદ્ધો કર્યા ?
જવાબ: સિસોદિયા
191.હુમાયુને કેટલા વર્ષ સુધી રઝળપાટ કરવી પડી ?
જવાબ: 15 વર્ષ
192.અકબરના રાજ્યમાં પરગણાની મહેસૂલ કોણ ઉઘરાવતું હતું ?
જવાબ: આમીલ
193.અકબરે ક્યો વેરો નાબૂદ કર્યો ?
જવાબ: જજિયાવેરો
194.આમાંથી કઈ આત્મકથા અબુલ ફઝલે લખી હતી ?
જવાબ: અકબરનામા
195.રાણા પ્રતાપ અને અકબરના લશ્કર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું ?
જવાબ: હલદીઘાટીના
196.આમાંથી કયા શાસકે ટંકશાળો સ્થાપીને ચાંદીના સિક્કા પડાવ્યા હતા ?
જવાબ: શેરશાહે
197.અકબરે કયા સ્થળે ઇબાદતખાનું ખોલાવ્યું હતું ?
જવાબ: ફતેપુર સિક્રીમાં
198.આમાંથી કોનો સમાવેશ અકબરના દરબારના નવરત્નોમાં થતો નહોતો ?
જવાબ: હેમચંદ્રાચાર્ય
199.મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું ?
જવાબ: ચેતક
200.શેરશાહ ઈતિહાસમાં શાના તરીકે પ્રખ્યાત છે ?
જવાબ: સુધારક શાસક

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close