-->
3 thi 8 nu material

NEW UPDATE

Rail Budget Live GUJARATI MA SAMPURNA BUDGET NI MAHITI KHAS VANCHO

Post a Comment
Rail Budget Live:


- મહિલાઓ માટે 24 કલાક હેલ્પલાઈન નંબર 182
- લાંબા અંતરની ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે.
- રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરવામાં આવશે.
- બે હજાર રેલવે સ્ટેશન પર જાણકારી આપવા માટે 20 હજાર સ્ક્રીન.
- સ્ટાર્ટઅપ માટે 50 કરોડ રૂપિયા
- ગાર્ડ વગરના ફાટકને બંધ કરવાના છે.
- એક ટ્રેન માટે એક વ્યક્તિની જવાબદારી નક્કી કરવામાં આવશે. 
- માલગાડી માટે ખાસ કોરિડોર બનાવવામાં આવશે.
- ભાડામાં કોઈ વધારો નહીં, ચાર કેટેગરીમાં નવી ટ્રેન મળી.

- તીર્થ સ્થળો માટે આસ્થા સર્કિટ ટ્રેન દોડશે.
- ટ્રેનમાં પ્રવાસ સમયે પ્રવાસીઓ માટે નોરંજનની વ્યવસ્થા કરવામાં આવશે.
- દિવ્યાંગ માટે ઓનલાઈન વ્હિલચેર બુકિંગની સુવિધા.
- મુંહઈમાં 2 એલિવેટેડ ટ્રેનની જાહેરાત.
- કોલકાતમાં મેટ્રો ટ્રેનનું 100 કિલોમીટર સુધી વિસ્તરણ થશે.


- લોકલ ટ્રેન માટે ઓફિસના સમયમાં ફેરફાર કરે રાજ્ય સરકાર.
- હાઈસ્પીડ ટ્રેન માટે કામ શરૂ.
- ટેરિફ નીતિની સમિક્ષા કરવામાં આવશે.
- મુંબઈમાં પ્લેટફોર્મની ઊંચાઈ વધારવામાં આવશે.
- દિલ્હીના રિંગ રેલવેમાં 21 સ્ટેશન હશે.
- દિલ્હીમાં રિંગ રોડની જેમ રિંગ રેલવે.
- ચેન્નઈમાં રેલ-ઓટો હબનું ટૂંકમાં ઉદ્ઘાટન થશે.
- નવી યોજનાથી એસસી/એસટીને રોજગારી મળશે.
- પેસેન્જર ટ્રેનમાં બ્રેલ લિપીમાં પણ જાણકારી મળશે. 


- હવે કુલીઓને સહાયક કહીને બોલાવવામાં આવશે.
- અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન જાપાનની મદદથી ચલાવવામાં આવશે.
- કેટલાક રેલ કર્મચારીઓના યૂનિફોર્મમાં ફેરફાર થશે.
- પ્રવાસીઓના સંપર્કમાં આવતા કર્મચારીઓના યૂનિફોર્મમાં ફેરફાર થશે.
- તીર્થ સ્થાનના પ્લેટફોર્મની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
- મુંબઈના મેટ્રો સ્ટેશન રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે.
- 139 નંબર ડાયલ કરી ટિકિટ કેન્સલ કરી શકાશે.
- કેટલીક ટ્રેનમાં એફએમ રેડિયોની સુવિધા આપવામાં આવશે.

- રેલવેની 2 એપ દ્વારા તમામ સમસ્યાનું સમાધાન થશે.
- ટ્રેનમાં બાળકો માટે ખાસ ખાવાપીવાની સુવિધા મળશે.
- પ્રવાસીઓ માટે વૈકલ્પિક વીમા યોજના.
- પ્રવાસીઓના આરામ માટે ડબ્બાની ડિઝાઈનમાં ફેરફાર થશે.
- રેલવેના દરેક કોચમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે.
- નવા કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવસે.
- જીપીએસને કારણે લોકોને ટ્રેનની રિયલ ટાઈમ જાણકારી મળશે.
- સ્ટેશન પર મિલ્ક ફૂડની પણ વ્યવસ્થા થશે.


- રલવેમાં અકસ્માત શૂન્ય કરવાનો ટાર્ગેટ.
- લાંબી અંતરની ટ્રેનમાં 2-4 દિનદયાલ કોચ હશે.
- તેજ એક્સપ્રેસ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
- એસએમએસ દ્વારા પ્રવાસી ટ્રેનમાં સફાઈની માગ કરી શકશે.
- 408 સ્ટેશન પર હવે ઈ-કેટરિંગ.
- સ્વચ્છતા માટે ક્લીન માઈ કોચ સેવા.
- આઈઆરસીટીસી ખાવાપીવાની સેવામાં કરશે સુધારો.
- દરેક ક્લાસમાં 30 ટકા સીટ મહિલાઓ માટે રિઝર્વ.
- તાજું ભોજન મળી રહે તે માટે 10 આધુનિક કિચન બનાવવામાં આવશે.
- એ-1 શ્રેણીના રેલવે સ્ટેશન પર દિવ્યાંગ માટે શૌચાલય.

- ટ્રેનમાં દીનદયાલ ઉપાધ્યાય કોચ જોડવામાં આવશે.
- સુરક્ષાને ધ્યાનમાં રાખતા બોગીની વચ્ચે મહિલાઓને રિઝર્વેશન.
- જમીનનો ડિજિટલ ડેટા તૈયાર કર્યો.
- ડબલ ડેકર ઉદય એક્સપ્રેસની શરૂઆત થશે.
- આવતા વર્ષે 400 સ્ટેશન પર વાઈફાઈની સુવિધા હશે.

- PPP અંતર્ગત 400 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.
- દરેક ટ્રેનમાં 120 બર્થ વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત.
- 311 રેલવે સ્ટેશન પર સીસીટીસી સુરક્ષાની વ્યવસ્થા. 
- અકસ્માત રોકવા માટે નવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે.
- મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રેલવે એન્જિનના બે કારખાના બનશે.
- વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલય બનશે.
- મેક ઇન ઇન્ડિયા 40,000 કરોડનું ફંડ મેળવવાનો ટાર્ગેટ.
- ઓપરેટિંગ રેશિયો 90 ટકાની તુલનામાં 92 ટકા રહેશે.
- રાજધાની-શતાબ્દીમાં પારદર્શક રીઝર્વેંશનની સુવિધા.
- નોન એસી કોચની સંખ્યા વધારવામાં આવશે.
- 2020 સુધીમાં 95 ટકા ટ્રેનો સમયસર કરવાનો પ્રયત્ન.
- ટ્રેનમાં 17 હજાર જૈવ શૌચાલય.
- ટિકિટ માટે 1780 ઓટેમેટિક વેન્ડિંગ મશીન લગાવ્યા.
- વરિષ્ઠ નાગરિકો માટે ક્વોટા 50 ટકા વધાર્યો.
- મોબાઈલ એપ પર પણ પ્લેટફોર્મ ટિકિટ
- 2500 ઓટોમેટિક વોટર વેન્ડિંગ મશીન લગાવ્યા.
- 3 નવા ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે.
- પેસેન્જર ટ્રેનની સરેરાશ ગતિ 80 કિલોમીટર કરવાનો ટાર્ગેટ.
- 2500 કિલોમીટર વધારાની મોટી લાઈન શરૂ કરવામાં આવશે.
- ક્ષેત્રીય સ્તરે રેલવેમાં સુવિધા વધારવામાં આવશે.
- માનવ રહિત ફાટક નાબુદ કરવા પ્રયત્ન કરીશું.
- આ વર્ષે 1600 કિમી લાઈનનું વિદ્યુતીકરણ.
- 2020 સુધીમાં દરેક ટ્રેનમાં બાયો ટોઈલેટ લાવવાનો પ્રયત્ન.
- 2020 સુધી દરેક પ્રવાસીને કન્ફર્મ ટિકિટ આપીશું.
- મેક ઇન ઇન્ડિયા પર રેલવેનું ફોકસ.
- ત્રિપુરાને મોટી લાઈન સાથે જોડ્યું.
- રેલવેના કામમાં 100 ટકા પારદર્શિતા
- તમામ ખરીદી ઈ-પ્લેટફોર્મ પર થશે.
- તમામ પદ માટે ઓનલાઈન ભરતી.

- ચાલુ વર્ષે 1.23 લાખ કરોડ ખર્ચ કરીશું, જે પાછલા વર્ષની તુલનામાં 21 ટકા વધારે છે.
- આ વર્ષે રેલવને 8720 કરોડની બચત.
- દરરોજ સાત કિલોમિટર રેલવેના પાટા બનાવ્યા.
- ટોઈલેટ સુધારા પર ફોકસ.
- નાણાંકીય વર્ષ 2016-17 માટે આવકનો ટાર્ગેટ 1.85 લાખ કરોડ.
- પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ પર રેલવેનું ફોકસ રહેશે.
- રોકાણ બે ગણું કરવામાં આવશે.
- દેશના વિકાસમાં રેલવેનું મહત્ત્વપૂર્ણ ભૂમિકા.
- બજેટમાં પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
- મેલ, એક્સપ્રેસ ગાડીની ગતિ વધારીશું.
- માત્ર ભાડું વધારીને કમાણી ન કરી શકાય.
- આવતા ત્રણ-ચાર વર્ષમાં તમામ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થશે.

- રેલવેની આવક વધારવા પર વિશેષ ધ્યાન
- સોશિયલ મીડિયાની રેલ યાત્રા પર સારી અસર.
- રેલવેએ પોતાની કમાણી વધારવાની જરૂર.
- ખર્ચ ઘટાડીને રેલવીની કમાણી વધારી શકીશું.
- પાછલા વર્ષની તુલનામાં 10 ટકા વધારે આવક મેળવવાનો ટાર્ગેટ.
- સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર રેલવે કર્મચારીને 11.67 ટકા વઘારે પગાર મળશે.
-  રેલવે બજેટમાં બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
- રેલવે દેશને જોડે છે.
- રેલવે ભારતના આર્થિક વિકાસનું પિઠબળ.
- રેલવે સામે અનેક પડકારો છે.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter
close