-->
3 thi 8 nu material

NEW UPDATE

CHARTED ACCOUNTANAT HAVE KARSHE SHALA NA TOILATE NU VERIFICATION GUJARAT SAMACHAR

Post a Comment

ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ સરકારી શાળાઓમાં શૌચાલયોનું વેરીફિકેશન કરીને રિપોર્ટ આપશે

ICAIના પ્રમુખે તમામ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સને રવિવારે મોકલેલા ઈ-મેઇલમાં તમામ સભ્યોને આ કામગીરીમાં જોડાવા અપીલ કરી
અમદાવાદ, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૃ કર્યુ તેને મહાત્મા ગાંધી જયંતિએ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ અભિયાન કેટલું સફળ રહ્યું તેનું ઓડિટ કરવાના બદલે ચાર્ટડ એકાઉન્ટન્ટસ હવે સરકારી શાળાઓના શૌચાલયોનું વેરિફિકેશન કરશે. ધી ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના પ્રમુખ મનોજ ફડનીશે રવિવારે તમામ સી.એ.ને મોકલેલા ઈ-મેલમાં સ્વચ્છતા અભિયાનના આ યજ્ઞામાં જોડાવા તમામ સભ્યોને અપિલ કરી છે. પ્રેકટીસીંગ સી.એ. આ વેરીફિકેશન રિપોર્ટ કયા ફોર્મેટમાં તૈયાર કરવો તે ફોર્મેટ પણ આઈસીએઆઈએ બનાવ્યું છે.
વડાપ્રધાન મોદી દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવે તેમાં જોડાવાની હાકલ અનેક ઈન્સ્ટીટયુટસ દ્વારા વડાપ્રધાનને ખુશ કરવા માટે કરવામાં આવે છે. આઈસીએઆઈએ પણ સરકારને ખુશ કરવાના અભિયાન રૃપે સભ્યોને નવી કામગીરીમાં જોડાવા માટે અપિલ કરી છે. આઈસીએઆઈ દ્વારા સીઓપી (સર્ટિફિકેટ ઓફ પ્રેકટીસ) ધરાવતા સી.એ.એ આ કાર્યક્રમમાં જોડાવા માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની રહેશે. મીનીસ્ટ્રી ઓફ પાવર દ્વારા સેન્ટ્રલ પબ્લીક યુનિટ મારફતે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટીના ભાગરૃપે દેશભરમાં સરકારી શાળાઓમાં નવા શૌચાલયો બનાવવામાં આવશે અને જયાં શૌચાલયો ભંગાર હાલતમાં છે ત્યાં રિપેરીગ કામ કરવામાં આવશે.
આઈસીએઆઈના પ્રમુખ દ્વારા તમામ સભ્યોને મોકલાયેલા ઈ મેલમાં વધુને વધુ સભ્યોને આ અભિયાનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં પ્રેકટીસીંગ સી.એ.એ અભિયાનમાં જોડાવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તેમને નજીકની કેટલીંક શાળાઓની ચકાસણી સોંપવામાં આવશે. જે તે સી.એ.એ જાતે ત્યાં જઈને શૌચાલયની સ્થિતિ તપાસવાની રહેશે, એન્જિનિયરનું સર્ટિફિકેટ પણ તપાસવાનું રહેશે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય છે કે નહીં તે પણ તપાસવાનું રહેશે. આ રીતે સી.એ. દ્વારા કઈ કઈ ચીજો તપાસવાની રહેશે તેની યાદીનું એક આખુ ફોર્મ આઈસીએઆઈની વેબસાઈટ પર આપવામાં આવ્યું છે. આ સાથે જ સી.એ. દ્વારા આ ચકાસણી કરીને તેના રિપોર્ટની વિગતો કયા ફોર્મેટમાં ભરવાની રહેશે તેનું ફોર્મ પણ અહીં આપવામાં આવ્યું છે. આ રિપોર્ટ સીધો સેન્ટ્રલ પબ્લીક સેકટરને મોકલી આપવાનો રહેશે. ચાર્ટડ એકાઉન્ટન્ટસએ આ રિપોર્ટ એ જ રીતે બનાવવાનો અને સહીં કરવાનો રહેશે જે રીતે તેઓ ઓડિટ રિપોર્ટ સહીં કરે છે. જેમાં જે તે સી.એ.નું નામ અને અને તેમનો મેમ્બરશીપ નંબર પણ દર્શાવવાનો રહેશે.
આ ઈમેલથી ચાર્ડટ એકાઉન્ટન્ટસમાં અલગ અલગ પ્રત્યાઘાતો છે. મુખ્યવાત એ છે કે આ રિપોર્ટ તૈયાર કરીને ઈન્સ્ટીટયુટને મોકલવાનો હોય અને ઈન્સ્ટીટયુટ આ રિપોર્ટ જાહેર કરવાની હોય તો સ્વચ્છ ભારતની કામગીરીમાં કયાં ઉણપ છે તે બહાર આવી શકે પરંતુ જે તે સી.એ. દ્વારા આ રિપોર્ટ તૈયાર કરીને સીધો સરકારને મોકલવાનો છે અને તે આ રિપોર્ટનું શું કરશે તેની કોઈને જાણ નથી.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter
close