
હવે ધો.પ પછી છાત્રોને નાપાસ કરી શકાશે
નવી
દિલ્હી : શિક્ષણના અધિકારના કાનૂનમાં સંશોધન માટે માનવ સંશાધન વિકાસ
મંત્રાલયે એક ખરડો તૈયાર કર્યો છેઃ જે હેઠળ સરકાર રાજયોને ધો.૮ સુધી નાપાસ
નહી કરવાની નીતિમાં ફેરફાર કરવાનો અધિકાર આપવા જઇ રહી છેઃ કાયદામાં ફેરફાર
બાદ રાજયો ધો.પ બાદ બાળકોને પરીક્ષામાં ફેઇલ કરી શકશેઃ પ્રકાશ જાવડેકરે
જણાવ્યુ છે કે શિક્ષણમાં સુધારા માટે આ જરૂરી છેઃ અત્યારે ધો.૮ સુધી કોઇને
નાપાસ નથી કરતા પરંતુ અમે આ નીતિને ધો.પ સુધી સીમિત કરવા નિર્ણય લેવા જઇ
રહ્યા છીએ પરંતુ અધિકાર અમે રાજયોને આપશુઃ કાયદામાં ફેરફાર બાદ રાજયો
વર્તમાન નીતિમાં ફેરફાર કરવા સ્વતંત્ર રહેશે.
Post a Comment
Post a Comment