કેટેગરી માંથી પસંગી કરો

गुजराती व्याकरण छंद

છંદ એટલે શું ?

કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં  આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.

 છંદના મુખ્ય પ્રકારઃઅક્ષરમેળ છંદ,     માત્રમેળ  છંદ

           અં  અઃ  સ્વર

 , , , , , , , , ,   , , , ,…. .. .જ્ઞવ્યંજન

 દરેક વ્યંજનમાંસ્વર ભળેલો હોય છેં.

ક     કા     કિ     કી    કુ    કૂ    કે     કૈ    કો   કૌ    કં    કઃ    કૃ    —  બારાક્ષરી

।       ।     ।       ।     ।                  ।                  

લઘુ ગુરુ  લઘુ  ગુરુ લઘુ  ગુરુ ગુરુ  ગુરુ ગુરુ ગુરુ  લઘુ ગુરુ  લઘુ                

નિયમઃ

લઘુ અક્ષરોઃજેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર 

              લઘુઅક્ષર જેવા કે, કિ, કુ, કૃ     છે.

લઘુઅક્ષર માટેઃ  U ‘  (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.

ગુરુઅક્ષરઃજેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર

                ગુરુઅક્ષર જેવાકેકા કી કૂ કે કૈ કો કૌ કં કઃ

ગુરુઅક્ષર માટેઃ ‘—’  (આડી લીટી) નિશાની વપરાય છે.   

જોડાક્ષરનો નિયમઃ

જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો  સત્ય, ઉચ્ચ)

સિ,ખિ,જુ,વિ,બુ,લુ,જિ,,વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.

આ સયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.

પણ લડયો,પડયો,ચડયો,મળ્યો,- આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.

અનુસવારનો નિયમઃ

જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિપં,ગં,કં,પિ,કું હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પણકંઇ ,અહીં ,તહીં,સુંવાળુંમંદ અનુસ્વાર 

વિસર્ગનો નિયમઃ

વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.

( નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ નિઃસંતાન)

પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય  છે.

ચરણ :- છંદની પૂરેપૂરા  માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.

તાલ :- છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.

માત્રા :- માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની

બે માત્રા ગણવામાં આવે છે.

            સૂત્ર  મા  તા  રા    ભા        ગા

ક્રમ    ગણ            લઘુ/ગુરુ        બંધારણ        ચિહ્‌ન અક્ષર

                     યમાતા         U ——         લઘુ ગુરુ ગુરુ

                   માતારા         — — —       ગુરુ ગુરુ ગુરુ

                   તારાજ          — — U        ગુરુ ગુરુ લઘુ

                    રાજભા         U        ગુરુ લઘુ ગુરુ

                  જભાન          U U          લઘુ ગુરુ લઘુ

                   ભાનસ          U U         ગુરુ લઘુ લઘુ

                   નસલ           U U U         લઘુ લઘુ લઘુ

                   સલગા         U U —         લઘુ લઘુ ગુરુ

                   લઘુ             U

૧૦     ગા           ગુરુ                                       

 (ઉદાહરણ)

શાર્દૂલવિક઼ીડિત

અક્ષર- ૧૯

બંધારણ-  મસજસતતગા

યતિ-૧૨ અક્ષર

ઊગેછે

_ _ _

સુરખી

UU_

ભરીર

U_U

 વિમૃદુ

 UU _

 હેમંત

 _ _U

નોપૂર્વ

_  _U

માં

_

                                                                                                                                                                                                  કવિઃ કલાપી

ભૂલોની

_ _  _

જપરં

UU_

પરાજ

U _U

 ગતઆ

 UU _

એવુંદી

 __U

સેછેપિ

_ _U

તા

_

હીરાની

_ _ _

કણિકા

UU _

સમાન

U _ U

 ઝળકે

 UU_

તારાઝ

 _ _U

ગારેગ્ર

_ _U

હો

_

 ઉદાહરણઃ

(૧) એ મૂક્યું વન,એ મૂકમાં જન,ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ

(૨) જેવો કો નભતારબો ગરી જતો અંધારામાં પથારી-  ઉમાશંકર જોશી

(૩) ચિંતા અંતરની દઇ દયિતને સંગી થવા ઈચ્છવું-  બોટાદકર

(૨)   સ્ત્રગ્ધરાઃ

અક્ષર-૨૧

બંધારણઃ મરભનયયય

ધીમેધી

_  _ _

મેછટા

_ U_

થીકુસુ

_ UU

 મરજ

 UUU

લઇડો

U_ _

લતોવા

 U_ _

યુવાય

U _ _

એણેન

__ _

ક્ષત્રકે

_U_

રાઉડુ

_UU

 ગણસ

 UUU

નાપંથ

U _ _

છોડયા

 U_ _

પુરાણા

U _ _

                                                                                   કવિઃ સુન્દરમ્

ઉદાહરણ

(૧) પૃથ્વીના ફેફસામાં પ઼તિ સમય રહું પૂરી હું પ઼ાણવાયું.

      ચોપાસે વલ્લિઓથી પરિમલ પ઼સરે,નેત્રને તૃપ્તિ થાય.

(૩) વંશસ્થ –

અક્ષરઃ૧૨

બંધારણઃ જતજર

ત્રિ  કા  ળ

U   _  U

નું  જ્ઞા  ન

_   _  U

હ તું  કુ

U _  U

મા ર ને

_  U  _

વિ  ચા  ર

U   _  U

તાં ને ત્ર

 _   _U

જ લે ભ

U _  U

રા ય છે

_  U  _

 મંદાક્રાન્તા

અક્ષર-૧૭

બંધારણ- મભનતતગાગા

યતિ -૪ અને ૧૦ અક્ષરે

ખૂંચીતી

ણીસજ

લદગ

માંકાચ

કેરીક

ણિકા

_ _ _

_ U U

UUU

_ _U

_ _U

_ _

  મ

  ભ

  ન

  ત

  ત

ગાગા

બેઠીખા

ટેફરી

વળીબ

ધેમેડી

ઓઓર

ડામાં

_ _ _

_ U U

UUU

_ _U

_ _U

_ _

  મ

  ભ

  ન

  ત

  ત

ગાગા

ઝાંખાંભૂ

રાંગિરિ

ઉપર

નાંએક

થીએક

શૃંગ

_ _ _

_ U U

UUU

_ _U

_ _U

_ _

  મ

  ભ

  ન

  ત

  ત

ગાગા

 ઉદાહરણ

(૧) ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા.

(૨) દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.

(૩) તારા મારા મિલનની,સખિ! આજ શૃંગારરાત્રિ..

(૪) ધીમી ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી.

(૫) વૃધ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે.

(૬) આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો.

(૭) ને પેલી ત્યાં પુર-યુવતીઓ કોમલાંગી રૂપાળી.

(૮) આજે મારે હ્રદય રણકે તારું ઉન્મત્ત ગીત.

(૯) બોલે યોગીઃ વીસરી ગઇ શું કોલ એ,વાસુદત્તા.

(૧૦) ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ઘરે.

      વિના દિધે ભોગો જગત પર સિદ્ધિ નવ મળે.

(૧૧) શોકાવેશે હ્રદય ભરતી,કંપતી ભીતિઓથી.

(૧૨) મંદાક્રાન્તા કરુણ મધુરા છંદ મંદ ક્રમંતા.

     તારી મૂર્તિ પરમ રમણીય લહું નિત્ય નવ્ય.

(૧૩) તારા લાગે બધિર,વીજળી પૂછવા દે જ છે કયાં ?

(૧૪) રે પંખીડા ! સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો .

(૧૫) માડી મીઠી સ્મિત મધુરને ભવ્યમૂર્તિ પિતાજી.

શિખરિણી

બંધારણઃ

અક્ષર – ૧૭

ગણ –યમનસભલગા

યતિ – ૬ અને ૧૨ અક્ષર

U_ _

_ _ _

UUU

U U _

_ U U

U _

તરેજે

શોભાથી

વનવ

નવિશે

બાલહ

રિની

  ય

  મ

  ન

  સ

  ભ

લગા

U_ _

_  _  _

UUU

U U _

_ U U

U _

વળાવી

બાઆવ્યાં

જીવન

ભ ર જે

સર્વઅ

મને

  ય

  મ

  ન

  સ

  ભ

લગા

 ઉદાહરણ

(૧) અમારા એ દાદા,વિપુલ વડના ઝુંડ સરખા.

(૨) વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા.

(૩) તમે તો આ લોક નર પલટી નારાયણ થતા.

(૪) મળી છે શું આંહી જગત પરની સૌ મધુરતા.

(૫) હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતનાં.

(૬) અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં.

(૭) પ્રિયા ! તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો.

(૮) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી.

    મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી.

(૯) અસત્યો  માંહેથી પ્રભુ પરમ સત્યે તુલ ઈજા

(૧૦) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.

(૧૧) પરોઢે આવેલા સપના સમ આવ્યા પિયુ તમે.

(૧૨) ભમ્યો તીર્થો ધરી ઉર મનીષા દરશની.

(૧૩) પુરી,કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ.

(૧૪) હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે.

પૃથ્વીછંદ

બંધારણ

અક્ષર- ૧૭

ગણ- જસજસયલગા

યતિ -૮ અક્ષરે

પ્રિયેતુ

જલુટે

ધરુંધ

વલસ્વ

ચ્છઆમો

ગરો

U_U

UU_

U_U

UU _

U  _  _

U_

  જ

 સ

  સ

   ય

લગા

ભમોભ

રતખં

ડમાંસ

કળભો

મખૂંદો

વળી

U_U

UU_

U_U

UU_

U_ _

U_

  જ

 સ

  સ

   ય

લગા

અટંક

મરજી

વિયાડ

ગભરં

તઉત્સા

હતાં

U_U

UU_

U_U

UU_

U_ _

U_

  જ

 સ

  સ

   ય

લગા

ઉદાહરણ

(૧) દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે.

(૨) દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ.

(૩) વધે કદમ હા´ચકો,કદમ તેજ પાછો પડે.

(૪) લઉં ગુલછડી ? સુગંધમય પાંખડી ? કે ઘડી.

(૫) ઈલા શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક.

(૬) પ્રભો ! છલકતાં ધ્યા-પ્રણય-શાંતિના સાગરો.

(૭) ન રૂપરમણી,ન કોમળ કળાભરી કામિની.

(૮) સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા.

(૯) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !

     ઘણુંક ઘણું તોડવું,તું ફટકાર ઘા,ઓ ભુજા !

(૧૦) અખૂટ રસ પૌરુષે સભર આત્મ હું તો ચહું.

(૧૧) જહીં મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું .

(૧૨) છતાંય દિલતો ચહે તન યુવાનની તાજગી.

(૧૩) મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહભરી.

 (૧૪) ઉછંગ પિવાડી અનગળ રહી અમૃતઝરા.

હરિગીત

માત્રા સંખ્યા- ૨૮

યતિ -૧૪ અને ૧૬ માત્રાએ

છેલ્લો અક્ષર-ગુરુ

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નક્કી

૨  ૨ ૧ ૨,૨ ૨ ૧૨, ૧૧  ૨ ૧૨,૨  ૨ ૧૨

    એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી.

નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી.

૧૧૨૧ ૨ ૧ ૧૨ ૧ ૨  ૧૧ ૨૨ ૨ ૨ ૨ ૧ ૧

(૧)  બેસે છે ભાગ્ય બેઠાનું,ઊભું ઊભા રહેલનું

        સૂતેલાનું રહે સુતુ,ચાલે ભાગ્ય ચલનીનું.

(૨) આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે.

(૩)  નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.

        વાંકો એના અંબોડોને વાંકા એનાં વેણ છે.

(૪)  સુખ સમયમાં છકી નવ જવું,દુઃખમાં ન હિંમત ધરવી

        સુખ દુઃખ સદા ટકતા નથી,એ નીતિ ઉર ઉતારવી.

(૫)  ભૂલો ભલે બીજું બધું,મા-બાપને ભૂલશો નહિ.

(૬) જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.

(૭)  જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી.

(૮)  મર્ત્ય જીવન તો ખરે,માત્ર પૂર્વાલાપ છે.

 

१. દોહરો

ચરણ-૪

માત્રા –પ્રથમ અને ત્રીજા ચરણમાં -૧૩

       બીજા અને ચોથા ચરણમાં -૧૧

                         કુલમાત્રા -૨૪

યતિ -૧૩ માત્રા પછી

 

દીપકના બે દીકરા

કા જળ ને અજવાશ

૨ ૧૧ ૨ ૨ ૨ ૧ ૨

૨  ૧૧ ૨ ૧ ૧ ૨ ૧

 

એક કપૂત કાળું કરે

બીજો દિપે પ્રકાશ

૨૧ ૧૨૧  ૨૧ ૧૨

૨ ૨  ૧ ૨ ૧ ૨ ૧

 

(૧) અતિ ભલો નહી બોલવું,અતિ ભલી નહીં ચૂપ,

      અતિ ભલો નહી વરસવું,અતિ ભલી નહીં ધૂપ.

(૨) ભણતાં પંડિત નીપજે,લખતાં લોહિયા થાય,

      ચારચાર ગાઉ ચાલતાં,લાંબો પય કપાય.

(૩) શેરી મિત્ર સો મળે,તાળી મિત્ર અનેક,

      જેમાં સુખ દુઃખ પામીએ,સો લાખોમાં એક.

(૪) દળ ફરે, વાદળ ફરે,ફરે નદીના પૂર,

શૂરા બોલ્યા ન ફરે,પશ્ચિમ ઊગે સૂર.

(૫) નમતાથી સૌ કો રીઝે,નમતાને બહુ માન,

      સાગરને નદીએ ભજે,છોડી ઊંચાં સ્થાન.

(૬) રુદિયાથી રુદિયાતણાં પાકા થઇ ગયાં રેણ,

      જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેણ.

(૭) તસ્કર ખાતર પાડવા,ગયા વણિકને દ્વાર,

      ત્યહાં ભીંતી તૂટી પડી,ચોર દબાયા ચાર

(૮) માગી શીખ ગુરુજી તણી,પંથ પળ્યા દ્વિજરાય,

      મારગ મધ્યે તે વહે,ગયો સાળવી તાંય.

(૯) સાંભળ સહિયર વાતડી,નૌતમ આસો માસ,

      શરદપૂનમની રાતડી,ચન્દ્ર ચડ્યો આકાશ

(૧૦) કરતાં જાળ કરોલિયો ભાંય પડી ગભરાય,

        વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય.

२. મનહર

અક્ષર -૩૧

છેલ્લો અક્ષર-ગુરુ

પ્રથમ પંક્તિ -૧૬ (અક્ષર)

બીજી પંક્તિ -૧૫ (અક્ષર)

 ઉદાહરણ

(૧) સાંભળી શિયાળ બોલ્યું,દાખે દલપતરામ.-    ૧૬

    અન્યનું તો એક વાંકું,આપના અઢાર છે.-  ૧૫

(૨) ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

     જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું.

(૩)  કહે દલપતરામ રાજ અધિરાજ સુણો,

     રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

(૪) એક દિવસ મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો,

     ઈતિહાસ વિશે પ્રશ્ન સૌથી કયો મોટો છે ?

(૫)  છેલ્લો બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે છે-

      સાબ ! સાબ ! પ્રશ્ન એક રોટલોનો મોટો છે.

(૬) ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળા ભૂંડાં,

     ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.

(૭) પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શા કારીગરી,

     સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

३. ચોપાઇ છંદ

માત્રાસંખ્યા – ૧૫

ચરણ – ૪

તાલ-૪

આવર્તન –ચાર માત્રાના ચતુષ્કોણ(ત્રણ)

અંતે –લઘુ-ગુરુ

કાળી

ધોળી

રાતી

ગાય

૨ ૨

૨ ૨

૨ ૨

૨ ૧

પીએ પાણી ચરવા જાય,

ચાર પગોને આંચળચાર,

પૂંછડાથી ઉડાડે માખ.

વેણી

ઝબ્કી

સોહ્યું

આભ

૨ ૨

૨ ૨

૨ ૨

૨ ૧

સુગંધ ફોરે મ્હેક્યો દાભ.

(૧) શ્રી મેલાપુર પાટણ ગામ,ચન્દ્રાદિત્ય રાજાનું નામ,

     તે નગરમાં બાળક ચાર,બ્રાહ્મણ,વૈશ્ય,ત્રીજો સોનાર.

(૨) ફરતું ફરતું શમણું એક,આવ્યું વગડે અહીં યાં છેક.

(૩) ઘીનો દીવો રાણો થાય.અગરબત્તી આછી પમરાય.

(૪) પાને પાને પોઢી રાત,તળાવ જંપ્યું કહેતાં વાત.

        ઠંડો મીઠો વ્હેતોવા,મીઠા કો હૈયાની હા.

(૫) લાંબા જોડે ટૂંકો જાય.મરે નહીં તો માંદો થાય.

(૬) તે માટે તક જોઇ તમામ,શક્તિ વિચારી કરિએ કામ.

(૭) વાડ થઇને ચીભડાં ગળે,સોંઘી વસ્તુ કયાંથી મળે,

       ખળું ખાતું હોય જો અન્ન,તો જીવે નહિ એકે જન.


 

४. સવૈયા

માત્રા સંખ્યા- ૩૧ અથવા ૩૨

 ૩૧ માત્રાએ છેલ્લા બે – ગુરુ – લઘુ

 ૩૨ માત્રાએ છેલ્લા બે – ગુરુ – ગુરુ

૨  ૧ ૧ ૨  ૨ ૧ ૧ ૧૧  ૨ ૨  ૧ ૨ ૧ ૨ ૨  ૨ ૧ ૧ ૨ ૧ – 31

અં ત ર ની એ ર ણ પર કો ની પ ડે હ થો ડી ચે ત ન રૂ પ ?

             કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?

૨૧ ૧ ૨ ૨  ૨૧ ૧ ૨ ૧ ૨  ૨ ૨ ૨૧ ૧ ૨ ૧૧૨૧

ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર

એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું  હિન્દુસ્તાન

(૧)  કોણ બદલતું સન્ધાકાશે પલપલ સાત રંગીલા જન,

      કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર.

(૨) બે-ત્રણ શાણા બે-ત્રણ દાના,પાંચ-સાત રંગીલા જન,

     રહેતા નહીં જ્યાં રહેશો નહીં ત્યાંનગર નહીં એ વગડોવન

(૩) પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?

     પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?

(૪) કોયલના ટહુકાએ ધીરે વન આખાને વાત કરી,

     ફૂલની ફોરમ આછી ઓઢી આ રસ્તે થઇ પરી ગઇ.

c તડકા ઉપર બેત્રણ તરતાં પતંગિયાને પૂછયું જઇ,

     જોઇ તમે ? અહીં થઇ હમણાં એક રૂપાળી પરી થઇ.

५. હરિગીત

માત્રા સંખ્યા- ૨૮

યતિ -૧૪ અને ૧૬ માત્રાએ

છેલ્લો અક્ષર-ગુરુ

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નક્કી

૨  ૨ ૧ ૨,૨ ૨ ૧૨, ૧૧  ૨ ૧૨,૨  ૨ ૧૨  = ૨૮

એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી.

નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી.

૧૧૨૧ ૨ ૧ ૧૨ ૧ ૨  ૧૧ ૨૨ ૨ ૨ ૨ ૧ ૧ = ૨૮

 (૧) બેસે છે ભાગ્ય બેઠાનું,ઊભું ઊભા રહેલનું

        સૂતેલાનું રહે સુતુ,ચાલે ભાગ્ય ચલનીનું.

(૨) આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે.

(૩) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.

        વાંકો એના અંબોડોને વાંકા એનાં વેણ છે.

(૪)  સુખ સમયમાં છકી નવ જવું,દુઃખમાં ન હિંમત ધરવી

        સુખ દુઃખ સદા ટકતા નથી,એ નીતિ ઉર ઉતારવી.

(૫) ભૂલો ભલે બીજું બધું,મા-બાપને ભૂલશો નહિ.

(૬) જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.

(૭) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી.

(૮) મર્ત્ય જીવન તો ખરે,માત્ર પૂર્વાલાપ છે.

No comments:

Post a Comment

GOVERNMENT TEACHER © 2015-16. All Rights Reserved.
Designed And Owned by Nikunj Savani