-->
3 thi 8 nu material

NEW UPDATE

3 શેરને માથે સવા શેર


એક હતું જંગલ.જંગલમાં એક સિંહ હતો.આ સિંહને પોતાની તાકાતનું બહુ અભિમાન હતું.સિંહ જયારે પાણી પીવા જાય ત્‍યારે બધાં પશુ પક્ષીઓ એક ખસી જાય.
એક દિવસ આ જંગલમાં એક મચ્‍છર કયાંક થી ફરતો ફરતો આવી ગયો.આ મચ્‍છર પણ પોતાની જાતને તીસમારખાં સમજતો હતો.સાંજ પડી એટલે સિંહને પાણી પીવા માટે આવવાનો સમય થયો.
એક ચકલી બોલી,‘મચ્‍છરભાઈ જંગલના રાજા સિંહ પાણી પીવા આવવાના છે.તમે એકબાજુ શાંતિથી બેસી જાવ,નહીંતર તમારા પર ખિજાશે.તમને સજા કરશે.’ ચકલીની વાત સાંભળીને મચ્‍છરને હસવું આવ્‍યું. તેણે ચકલીને કહ્યું,‘હું કોઈનાથી બીતો નથી.’બીવા પશુ પક્ષીઓએ પણ આ સાંભળ્યું.બધાંને થયું કે આજે મચ્‍છરનું આવી બનવાનું.થોડીવાર થઈ એટલે સિંહ આવતો દેખાયો,પણ મચ્‍છરે તો અહીંથી ત્‍યાં ઊડવાનું અને ગણગણવાનું ચાલુ રાખ્‍યું.
સિંહ મચ્‍છરને જોઈને ખિજાયો.તેણે મચ્‍છરને કહ્યું, ‘અલ્‍યા એય જોતો નથી,હું આ જંગલનો રાજા છું’
‘હું તને રાજા નથી માનતો.તારા જેવા તો બહુ જોયા.લડવું હોય તો આવી જા.’ગુસ્‍સામાં હતો તો પણ સિંહ હસી પડ્યો.તે બોલ્‍યો,‘અલ્‍યા મગતરા,તને તો હુ ચપટીમાં ચોળી નાખીશ.’
મચ્‍છર બોલ્‍યો,‘એવું હોય તો થઈ જા તૈયાર.’એમ કહીને મચ્‍છરે તો એકદમ સિંહના નાક પર જઈને ચટકો ભર્યો.સિંહ બરાડી ઊઠયો.મચ્‍છરને પકડવા માટે પંજા આમતેમ વીંઝવા માંડયો.પણ મચ્‍છર તો સિંહને ઘડીકમાં ત્‍યાં કરડવા માંડયો.સિંહ સમજી ગયો કે મચ્‍છર આગળ પોતાનું કંઈ નહીં ચાલે.એ ઊભી પૂંછડીએ ભાગી ગયો.બધાં પશુપક્ષી મચ્‍છરને ઘેરી વળ્યાં.
મચ્‍છર કહે,‘આજથી હું તમારો રાજા.જે મને માન નહીં આપે તેની હાલત સિંહથી પણ વધુ ભૂંડી કરીશ.’બધાં કહે,‘ભલે નામદાર. આજથી તમે કહેશો તેમ કરીશું.’
મચ્‍છરની છાતી આ સાંભળીને ગજગજ ફૂલવા માંડી. પોતે જંગલનો રાજા બની ગયો છે એ આનંદમાં તે ઊડ્યો,પણ થોડી જ વારમાં એક કરોળિયાના જાળામાં ફસાઈ ગયો.જાળામાંથી છટકવા તેણે બહુ ફાંફા માર્યા, પણ નીકળી શકયો નહિ.થોડીવારમાં કરોળિયો ત્‍યાં આવી પહોંચ્‍યો.તેણે મચ્‍છરને મારી નાખ્‍યો.
બહુ બડાશ હાંકનારની આવી જ દશા થાય. શેરને માથે શવા શેર હોય જ.

Post a Comment

Subscribe Our Newsletter