-->
3 thi 8 nu material

NEW UPDATE

22 ઘોડો ગધેડો બન્યો

ઘોડો ગધેડો બન્યો

ધનજી ધોબી પાસે ગધેડો હતો. પછી તેણે એક ઘોડો ખરીધો. ઘોડો ગધેડાને મજૂરી કરતો જોઈ તેની મશ્કરી કરવા લાગ્યો.
એક દિવસ ધોબીને માલ લઈને બીજે ગામ જવાનું થયું. એણે મોટી ગાંસડીઓ ગધેડા પર લાદી.એકાદ બાકી રહી તે ઘોડા પર મૂકી.તે પોતો ઘોડા પર બેઠો. ધોબી ગાંસડીઓ શહેરમાં પહોંચડવા નીકળ્યો. ગધેડો ગાંસડીઓના ભારે બોજથી માંડ માંડ ચાલી શકતો હતો. થોડે આગળ જતાં ધોબી ઘોડા પરથી ઉતરી સહેજ આઘો પાછો થયો એટલે ગધેડાએ ઘોડાને વિનંતી કરી, દોસ્ત ! મારા પર વધારે ગાંસડીઓ છે. મારાથી ચલાતું નથી. એકાદ ગાંસડી તું ઉપાડી લે તો મને થોડી રાહત થાય.
એ સાંભળી ઘોડો મિજાજમાં કહેવા લાગ્યો, મૂર્ખ, હું થોડો ગધેડો છું કે વધારે ભાર ઊંચકી ચાલું ? છાનો માનો ચાલ્યા કર !
ગધેડો થોડી વાર મૂંગા રહ્યો. પછી તેને ઘોડાને ગર્વ ઉતારવાનો વિચાર સૂઝયો. પોતે મરવાનો થયો હોય તેમ જમાન પર પડી ગયો. તે તરફડવા લાગ્યો. ને મોટેથી ઊંહકારા શરૂ કર્યા.
ગધેડાના ઊંહકારા સાંભળી ધનજી ધોબીને ગધેડા ઉપર દયા આવી. તેને થયું, બિચારો ગધેડો માંદો પડી ગયો લાગે છે.માંદા ગધેડાથી હવે વજન ઊંચકાશે નહિ.ધનજી ધોબીએ ઘોડાને ઊભો રાખ્યો.ગધેડા પરથી વજનદાર ગાંસડીઓ લઈ ઘોડાની પીઠે લાદી દીધી. ગધેડાને પાણી પાઈ? ઊભો કર્યો. પીઠ પર ભાર રહ્યો ન હતો તેથી ગધેડો ધીમે ધીમે ચાલવા માંડયો. ગધેડાને ખાલે ખાલી ચાલતો જોઈ ઘોડો અકળાઈ ગયો. ઘોડાને હવે પોતાની ગાંસડી ઉપરાંત ગધેડાની ગાંસડીઓ ઉપાડવી પડી.ગધેડાએ ઘોડાની પાસે જઈને તેના કહ્યું,ઘોડાભાઈ, બરાબર ફાવે છે ને ? ઘોડાએ કશો જવાબ આપ્યા વિના ગુસ્સાથી ગધેડા સામે જોયું. ગધેડો ફરી બોલ્યો, ઘોડાભાઈ, હવે કોણ ગધેડો છે ? કોણ મૂરખ છે ?
ઘોડો બિચારો શું બોલે ? તે ચૂપચાપ મૂંગા મોઢે ચાલવા માંડયો. ઘોડાને હવે ભાન થયું આના કરતાં મેં ગધેડાના કહેવા પ્રમાણે એકાદ ગાંસડી ઉપાડી લીધી હોત તો સારું થાત. પણ ઘોડો હવે કંઈ કરી શકે તેમ ન હતો.

Post a Comment

Subscribe Our Newsletter