-->
3 thi 8 nu material

NEW UPDATE

12 મૂરખ વાંદરો રાજા બન્‍યો


એક જંગલ હતું. જંગલનો રાજા સિંહ ઘરડો થઈ ગયો હતો. એક દિવસ તે બહુ બીમાર પડ્યો. થોડા સમય પછી ગુજરી ગયો. રાજા મરી ગયો એટલે જંગલનાં તમામ પશુ – પક્ષીઓ નવો રાજા પસંદ કરવા માટે ભેગાં થયાં.રાજા કોને બનાવવો એની તેઓ ચર્ચા કરવા માંડયાં.જંગલનો રાજા સિંહ જયારે જીવતો હતો ત્‍યારે માથા પર એક મુગટ પહેરતો.
મુગટ સિંહના માથા પર બરાબર માગતાં હતાં જેને માથે મુગટ બરાબર આવી જશે.પણ કોઈને માથે ફિટ બેસતો નહોતો.હવે શું કરવું?બધાં પશુ – પક્ષીઓ ચિંતા કરવા માંડ્યાં.
ત્‍યાં તો એક વાંદરો આવી પહોંચ્‍યો. મુગટ પાસે જઈને તેણે એ હાથમાં લીધો. વાંદરાનું માથું તો ઘણું નાનું હતું એટલે બધાં હસવા માંડ્યાં.પણ વાંદરાએ તો મુગટ હાથમાં લઈને જાતજાતના ખેલ કરવા માંડ્યા. મુગટને ઉપર ઉછાળીને પછી ગુલાંટ મારીને પકડી લે, મુગટ માથેથી પહેરીને પગેથી કાઢે, કમર પાસે લાવીને પટ્ટો બાંધ્‍યો હોય એમ બધાને બતાવે. ઘણી જાતના ખેલ એણે કર્યા.બધાં પ્રાણીઓ ખુશ થઈ ગયાં.બધાં પશુ- પક્ષીઓને લાગ્યું કે આ વાંદરો જ રાજા બનવાને લાયક છે. તેમણે વાંદરાને રાજા બનાવી દીધો.
આ સભામાં એક શિયાળ પણ હતું. તેને વાંદરો રાજા બન્‍યો એ ગમ્‍યું નહિ.થોડા દિવસ પછી શિયાળ વાનરરાજા પાસે ગયું અને કહ્યું,‘નામદાર,મેં એક છૂપો ખજાનો જોયો છે.મારી સાથે તમે ચાલો. એ ખજાનો તમારો કહેવાય.’
વાંદરો તો કંઈ પણ વિચાર્યા વિના શિયાળ સાથે ચાલી નીકળ્યો. દૂર જંગલમાં શિયાળ તેને લઈ ગયું અને એક જગ્‍યા બાતવીને કહ્યું, ‘ત્‍યાં પેલા ઝાડ નીચે ખજાનો છે.’ વાંદરો જેવો એ ઝાડ નીચે પહોંચ્‍યો કે એક જાળમાં ફસાઈ ગયો. શિયાળ જંગલમાં જઈને બધાં પ્રાણીઓને બોલાવી લાવ્‍યું.જાળમાં ફસાયેલો વાંદરો તેમને બતાવ્‍યો અને બોલ્‍યું,
‘જે રાજા પોતાનું રક્ષણ કરી શકતો ન હોય એ તમારા બધાનું રક્ષણ કઈ રીતે કરી શકવાનો ?’બધાં પ્રાણીઓને શિયાળની વાત સાચી લાગી. ‘આ વાંદરો રાજા તરીકે ન ચાલે.’ સૌ બોલી ઊઠ્યાં.
શિયાળ ખુશ થયું. તેને તો એ જ જોઈતું હતું.

Post a Comment

Subscribe Our Newsletter