-->
3 thi 8 nu material

NEW UPDATE

11 બીકણ સસલાની બહાદુરી

એક હતું જંગલ.જંગલમાં એક સસલું રહે.સસલું ખૂબ જ

ડરપોક.આ બીકણ સસલાની બધાં બહુ મશ્‍કરી કરે.બધાં
એને બિવડાવે.એક ઝાડ પર ઘરડું ઘુવડ રહેતું હતું. બધાં

પશુપક્ષીઓ તેની સલાહ સેવા જાય.સસલું પણ એક
દિવસ ઘુવડની સલાહ લેવા પહોંચી ગયું.‘મને બધાંની
બહુ બીક લાગે છે. મારે બહાદુર બનવું છે.’સસલાએ
કહ્યું. ઘુવડ બોલ્‍યું, ‘એમાં શું મોટી વાત છે. તું બધાથી
ડરવાનું બંધ કરી દે. પછી જે તારા જેવડાં હોય એનાથી
ડરવાનું બંધ કરી દે. પછી તારા કરતાં થોડાં મોટાં હોય
એનાથી નહિ ડરવાનું. એમ કરતું જઈશ તો પછી તને
કોઈની બીક નહિ લાગે.’
સસલું તો ખુશ થઈ ગયું.ઘુવડને પ્રણામ કરીને તે
ચાલ્‍યું.સામેથી એક પતંગિયું આવતું દેખાયું.પતંગિયું
સસલાની નજીક થઈને જતું રહ્યું. સસલું તો ખુશ થઈ
ગયું.‘એય... મને પતંગિયાની બીક ન લાગી...’
એ તો તાળીઓ પાડીને નાચવા માંડ્યું.ધીમેધીમે તેનો
ડર ઓછો થવા માંડ્યો.સસલું ફરતું ફરતું એક તળાવને
કિનારે આવ્યું. તળાવમાં ઘણમં બધાં દેડકાં હતાં.દેડકાં
તો તળાવને કિનારે બેઠાં બેઠાં મોટેમોટેથી ડ્રાઉં ડ્રાઉં
કરતાં હતાં.સસલાને થયું,ચાલો હવે આ દેડકાંને
બિવડાવું.તે દેડકાની નજીક ગયું. પછી છાતી ફુલાવીને
મોટેથી બોલ્‍યું,‘જુઓ હું તમારાથી કેટલું મોટું છું.હું બહુ
બહાદુર છું.મને કોઈની બીક લાગતી નથી.’
દેડકાં તો સસલાની વાત સાંભળીને બી ગયાં. જીવ
બચાવવા એક પછી એક તળાવમાં કૂદકા મારી મારીને
નાઠાં.સસલું જોરજોરથી હસવા માંડયું.‘વાહ, હવે તો
દેડકાં મારાથી બીએ છે. ખરેખર હું બહાદુર થઈ ગયું છું
મને કોઈની બીક લાગતી નથી.’
એક શિયાળ ત્‍યાંથી પસાર થતું હતું. તે સાંભળી ગયું.તે
સસલાની પાસે ગયું. શિયાળ કહે,‘અલ્‍યા એય...તું
મારાથી પણ નથી ડરતું ’સસલું બોલ્‍યું,‘ના, મને
કોઈની બીક લાગતી નથી.’ શિયાળને ગુસ્‍સો આવ્‍યો,‘એમ બીક નથી લાગતી ’એમ કહીને શિયાળે સસલાને ધક્કો માર્યો. સસલું પાણીમાં જઈ પડ્યું. પાણીમાં પડેલું સસલું એક દેડકાને કહે, ‘આપણાથી મોટું હોય તેનાથી બીવું જોઈએ.’

Post a Comment

Subscribe Our Newsletter