-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 12 COMMERCE GUJARATI MEDIUM ACCOUNT UNIT 2 Bhagidari Pedhina Varshik Hisabo 1 MARK QUESTION ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એકમ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો

Post a Comment

STD 12 ACCOUNT UNIT 2 Bhagidari Pedhina Varshik Hisabo

ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એકમ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો

સ્ટેશનરીનો આખર સ્ટૉક : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો.

( 2 ) પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ સ્ટેશનરીનો આખર સ્ટૉક દર્શાવો.

નહિ નોંધેલ ઉધાર વેચાણ : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો.

( 2 ) પાકા સરવેયામાં મિલકત-લેણાં બાજુ દેવાદારોમાં ઉમેરો.

ભાગીદારને ચોખ્ખા નફા પર ચૂકવવાનું કમિશન : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. ( 2 ) ભાગીદારના મૂડી / ચાલુ ખાતાની જમા બાજુ

ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. ( 2 ) ભાગીદારના મૂડી/ચાલુ ખાતાની ઉધાર બાજુ .

ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) નફા-નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ (2) ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ

ભાડાપટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવામાં આવે : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ ભાડાપટ્ટે મિલકત (2) પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ ભાડાપટ્ટે મિલકતમાંથી બાદ કરો.

મળવાની બાકી આવક : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) નફા-નુકસાન ખાતાની જમા બાજુ જે-તે આવકમાં ઉમેરો. (2) પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ

અગાઉથી ચૂકવેલ ખર્ચા : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) વેપાર / નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ જે-તે ખર્ચમાંથી બાદ કરો (2) પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ

દેવાદાર પર વટાવ અનામત : હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો?

Show Answer

જવાબ :

અસર : (1) નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ (2) પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ દેવાદારોમાંથી બાદ કરો.

હવાલાનોધ લખો : આખર સ્ટૉકની કિંમત રૂ. 40,000 છે, પરંતુ તેની બજારકિંમત 20 % ઓછી છે.

Show Answer

જવાબ :

આખરમાલના સ્ટોક ખાતે         ઉ          32,000

          તે વેપાર ખાતે                                       32,000

(બા.જે : વર્ષના અંતે આખરમાલ સ્ટોક અંગે હવાલાનોંધ કરી તેના)

હવાલાનોધ લખો : રૂ.1,000 પગારના ચૂકવવાના બાકી છે.

Show Answer

જવાબ :

પગાર ખાતે...          ઉ          1,000

         તે ચૂકવવાના બાકી પગાર ખાતે                                       1,000

(બા. જે : ચૂકવવાના બાકી પગારની હવાલાનોંધ કરી તેના)

હવાલાનોધ લખો : મહેન્દ્રએ પેઢીને આપેલી રૂ.25,000ની લોન પર 10 % લેખે 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે.

Show Answer

જવાબ :

વ્યાજ ખાતે...          ઉ           1250

         તે મહેન્દ્રની લોન ખાતે                                       1250

(બા.જે : પેઢીએ લીધેલી લોનના વ્યાજના દેવા થયા તેની હવાલનોંધ કરી તેના)

હવાલાનોધ લખો : રૂ.500નું વ્યાજ અગાઉથી મળેલ છે.

Show Answer

જવાબ :

વ્યાજ ખાતે...          ઉ           500

         તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે                                       500

(બા.જે : અગાઉથી મળેલ વ્યાજની હવાલનોંધ કરી તેના)

હવાલાનોધ લખો : રૂ. 5,00,000 ના મકાન પર 8 % લેખે 8 માસનો ઘસારો ગણો.

Show Answer

જવાબ :

ઘસારા ખાતે...          ઉ           26, 667

         તે મકાન ખાતે                                       26,667

(બા.જે મકાન પર ઘસારાની જોગવાઈ કરી તેના)

હવાલાનોધ લખો : હિસાબી વર્ષના અંતે ધંધામાં સ્ટેશનરીનો સ્ટોક રૂ.250નો છે.

Show Answer

જવાબ :

સ્ટેશનરી સ્ટોક ખાતે...          ઉ           250

         તે સ્ટેશનરી ખર્ચ ખાતે                                       250

(બા.જે : વર્ષના અંતે સ્ટેશનરી સ્ટોકની હવાલાનોધ કરી તેના)

હવાલાનોધ લખો : એક ભાગીદાર રૂ.5,000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા જેની નોંધ બાકી છે.

Show Answer

જવાબ :

ઉપાડ ખાતે...          ઉ           5,000

         તે ખરીદ ખાતે ખાતે                                       5,000

(બા.જે : ભાગીદાર અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના)

હવાલાનોધ લખો : રૂ.3,000નો માલ આગથી બળી ગયો, વીમાકંપનીએ 80 % રકમનો દાવો મંજુર કરેલ છે.

Show Answer

જવાબ :

વીમા કંપની ખાતે...                         ઉ          2400

આગથી થયેલ નુકસાન ખાતે...          ઉ          600

         તે ખરીદ ખાતે ખાતે                                       3000

(બા.જે :આગમાં બળી ગયેલ માલના 80 %વીમા કંપની અને તફાવતની રકમ નુકસાનની હવાલનોંધ કરી તેના )

દશ્ય અને અદશ્ય મિલકતોની યાદી લખો.

Show Answer

જવાબ :

દશ્ય અને અદશ્ય મિલકતોની યાદી નીચે મુજબ છે :

દશ્ય મિલકતો : જમીન, મકાન, પટે રાખેલી મિલકતો, વાહનો,યંત્રો, ફર્નિચર

અદશ્ય મિલકતો : પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કૉપીરાઇટ, પાઘડી

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close