• NCERT नवा अभ्यासक्रमनु BEST मटेरियल ALL IN ONE
 • Like Facebook Page

  5 May 2021

  STD 10 SCIENCE UNIT 6 Jaivik Kriyao 1 Mark Questions ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ 6 : જૈવિક ક્રિયાઓ 1 માર્કના ટૂંક જવાબી પ્રશ્નો

  જૈવિક ક્રિયા એટલે શું? ઉદાહરણ લખો.

  Show Answer

  જવાબ :

  જીવનનિર્વાહની જે ક્રિયાઓ સામુહિક રૂપમાં રક્ષણનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. પોષણ, શ્વસન, પરિવહન, ઉત્સર્જન એ જૈવિક ક્રિયાઓ છે.

  પોષણ અને ખોરાક એટલે શું?

  Show Answer

  જવાબ :

  ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટેની ક્રિયાને પોષણ કહેવાય. પોષણ માટેના ઉર્જા સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ.

  શ્વસન એટલે શું?

  Show Answer

  જવાબ :

  શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરીયાતને અનુલક્ષીને ખાદ્યસ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને શ્વસન કહેવાય છે.

  ઉત્સર્જન એટલે શું?

  Show Answer

  જવાબ :

  જયારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનના ઉપયોગથી ઉર્જા પ્રાપ્તિ થાય છે અને નિપજો કે ઉત્પાદનો પણ બને છે. જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહી પરંતુ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નીપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિઆવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ.

  જીવન ટકાવી રાખવા માટે તમે કઈ જરૂરિયાતોને જરૂરી ગણશો?

  Show Answer

  જવાબ :

  પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન એ જીવનની સુરક્ષા માટેની જરૂરી ક્રિયાઓ છે.

  વનસ્પતિ સજીવ છે તે રંગના આધારે કેવી રીતે કહી શકશો?

  Show Answer

  જવાબ :

  જો વનસ્પતિ લીલા રંગના પર્ણો વાળી હશે તો કહી શકાય કે સજીવ છે. પણ પર્ણ સુકા કે પીળા થઇ ગયા હોય તો તે નિર્જીવ છે તેમ કહેવાય.

  પોષક પદાથો એટલે શું?

  Show Answer

  જવાબ :

  સજીવો જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા માટે જે ઉપયોગી પદાર્થો લે છે તેને પોષક પદાર્થો કહે છે.

  શા માટે એક કોષીય સજીવોમાં વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

  Show Answer

  જવાબ :

  એક કોષીય સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી ખોરાક ગ્રહણ, વાયુની આપ-લે કે ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

  સ્વયંપોષી સજીવ એટલે શું? તેના ઉદાહરણ જણાવો.

  Show Answer

  જવાબ :

  કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવ સ્વયંપોષી છે.

   

  ઉદાહરણ- લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ.

  ઉત્સેચકો એટલે શું?

  Show Answer

  જવાબ :

  જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેને ઉત્સેચકો કહેવાય છે.

  લાળરસનું મહત્વ સમજાવો.

  Show Answer

  જવાબ :

  ખોરાકના પાચનમાં લાળરસમાં પણ ઉત્સેચક છે જેને લાળરસિય એમાઈલેઝ કહેવાય છે. આ એમાઈલેઝ સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં વિઘટન કરી રૂપાંતરણ કરે છે. ખોરાકને ખુબ ચાવવાથી, જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ ભેળવી દે છે. ખોરાક પોચો, લીસો અને ભીનો થાય છે.

  આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે?

  Show Answer

  જવાબ :

  હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરમાં એસિડીક માધ્યમ તૈયાર કરે છે. જે  પેપ્સીન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે કે નિષ્ક્રિય પેપ્સીનને સક્રિય બનાવે છે. ખોરાકમાં આવેલા કેટલાક બેક્ટેરિયા કે સુક્ષ્મ જીવોને મારવામાં મદદરૂપ બને છે.

  પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે?

  Show Answer

  જવાબ :

  પાચક ઉત્સેચકો એ જૈવ ઉદ્દીપકો છે જે, ખોરાકના જટિલ અણુઓનું વિઘટન કરીને પાચન માર્ગમાં શોષાય શકે અને રુધિરમાં ભળી જાય તેવા નાના અને સરળ કણોમાં રૂપાંતર કરે છે.

  પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલનું શું મહત્વ છે?

  Show Answer

  જવાબ :

  પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ  દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે.

  પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું શેમાં રિડકશન  થાય છે?

  Show Answer

  જવાબ :

  પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનડાયોક્સાઈડનું કાર્બોદિતમાં રિડકશન થાય છે.

  No comments:

  Post a comment

  ART OF EDUCATION © 2020-21. All Rights Reserved.From: //
  Designed And Owned by Nikunj Savani