-->
3 thi 8 nu material

NEW UPDATE

NCERT STD 6 SCIENCE CHAPTER 5 SEPRATION OF SUBSTANCE ONLINE MCQ TEST

Post a Comment

 
X
1. ચા ગાળતી વખતે ચા ની ભૂકી ને.............. વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે.
ઉત્તર: ગળણી 

 
2. માખણ મેળવવા માટે દહીં ને શું કરવામાં આવે છે?
ઉત્તર: માખણ મેળવવા માટે દહીને વલોણાં વડે વલોવવામાં આવે છે. 
 

3. દાળ અને ચોખાનું મિશ્રણ કયા ઘટકોમાંથી બને છે?
ઉત્તર: ઘન

4. પ્રવાહી અને વાયુ ઘટકોમાંથી બનતા એક મિશ્રણનુ ઉદાહરણ આપો.
ઉત્તર: સોડાવોટર એ પ્રવાહી અને વાયુ ઘટકોમાંથી બનતા મિશ્રણનું એક ઉદાહરણ છે.

5. શા માટે આપને મિશ્રણના વિવિધ ઘટકો ને અલગ કરીએ છીએ? બે ઉદાહરણો આપો .
ઉત્તર : બે કે તેથી વધારે પદાર્થો માટે બનેલા મિશ્રણમાં કેટલાક ઉપયોગી તથા કેટલાક બિન- ઉપયોગી ઘટકો હોય છે. અલગીકરણ દ્વારા બિન- ઉપયોગી નુકસાનકારક ઘટક દૂર કરી શકાય છે. ઉદા. ઘઉં કે ચોખા માંથી કાકરા, છોતરા દૂર કરવા. ક્યારેક મિશ્રણના ઘટકોને જુદી-જુદી રીતે ઉપયોગમાં લેવાના હોય છે. ઉદા. તરીકે દહીંને વલોવીને માખણ અને છાશ અલગ મેળવીને ઉપયોગ કરીએ છીએ.

6. ચોખામાંથી કાંકરા દૂર કરવાનો હેતુ : ................
ઉત્તર : કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા

7. માખણ મેળવવા છાશને વલોવવાનો હેતુ : ...........
ઉત્તર : બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા

8. ચા માંથી ચા ની ભૂકી અલગ કરવાનો હેતુ : ..........
ઉત્તર : ઉપયોગી ઘટક ને દુર કરવા

9. કેવા પદાર્થોને એકબીજાથી જુદા પાડી શકાય?
ઉત્તર : રંગ , કદ , આકાર , ઘનતા દ્રાવ્યતા જેવા ગુણધર્મો અલગ અલગ હોય, તેવા ઘટકોના મિશ્રણમાંથી દરેક ઘટકને એકબીજાથી જુદા પાડી શકાય.

10. અલગીકરણ એટલે શું? અલગીકરણ ની પદ્ધતિઓ જણાવો.
ઉત્તર : બે કે તેના કરતાં વધારે ઘટકોના મિશ્રણમાંથી તેમના ભૌતિક ગુણધર્મો ના આધારે ઉપયોગી, બિન ઉપયોગી ઘટકો ને છૂટા પાડવાની પદ્ધતિ ને અલગીકરણ કહે છે. વીણવુ, ચાળવું , છડવું, નિતારવું, ગાળવું, બાષ્પીભવન વગેરે અલગીકરણ ની વિવિધ પદ્ધતિઓ છે.

11. નાના પદાર્થોને અલગ કરવા માટે હાથ વડે વીણવાની પદ્ધતિ ની સમજૂતી આપો.
ઉત્તર : ઘઉં, ચોખા કે દાળમાંથી જોઈ શકાય તેવા મોટા કદના કાંકરા, ફોતરા કે અન્ય કચરો હાથ વડે સરળતાથી વીણી ને સરળતાથી દૂર કરી શકાય છે. વીણવા યોગ્ય ઘટકો નો જથ્થો બહુ મોટો ન હોવાથી બિનજરૂરી ઘટકોને દૂર કરી શકાય છે.

12. કઠોળમાંથી કાકરા દૂર કરવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તર : વીણવું

13. અનાજમાંથી કાકરા શા માટે દૂર કરવામાં આવે છે?
ઉત્તર : અનાજ અને કાંકરા મિશ્રણમાં અનાજ એ ઉપયોગી ઘટક છે. જ્યારે કાંકરા બિન ઉપયોગી ઘટક છે. તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે.

14. રોજિંદા જીવનમાં વીણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર : 
(1)ઘઉં કાકરા ફોતરા ના મિશ્રણમાંથી બિનજરૂરી કટકો દૂર કરવા.
(2) ચોખામાંથી કાંકરા દૂર કરવા.
(3) અનાજ કઠોળ કે દાળ માંથી કાંકરા દૂર કરવા.

15. ઘન પદાર્થોના મિશ્રણમાંથી બિનજરૂરી ઘટકો વીણવાની પદ્ધતિ વડે સરળતાથી છુટા પાડી શકાય તે માટે છુટા પાડવા ના ઘટકો કેવા હોવા જોઈએ?
ઉત્તર : છુટા પાડવા ના ઘટકો રંગ , આકાર અને કદમાં એકબીજાથી અલગ હોવા જોઈએ. દરેક ઘટકને નરીઆંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય તથા હાથથી પકડી શકાય તેવા હોવા જોઈએ.

16. ડુંડામાંથી દાણા કાઢતા પહેલા તેને.............. મા સૂકવવામાં આવે છે
ઉત્તર : તડકા

17. વ્યાખ્યા આપો : છડવું
ઉત્તર : ડૂંડા કે કણસલા માંથી દાણાને અલગ કરવાની રીત ની છડવું કહે છે.

18. ડુંડામાંથી દાણાની કેવી રીતે અલગ કરવામાં આવે છે?
ઉત્તર : ડૂંડા ને લઈ લીધા પછી તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ ડૂંડા ને ઝૂડવામાં આવે, ક્યારેક બળદ વડે છડવામાં આવે છે. હવે થ્રેસર વડે એક સાથે મોટા જથ્થામાં ડૂંડામાંથી દાણા છૂટા પાડી શકાય છે.

19. ચોખામાં દાણાને કુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને............ કહે છે.
ઉત્તર : છડવું

20. વ્યાખ્યા આપો: ઊપનવું
ઉત્તર: મિશ્રણમાં રહેલાં ભારે અને હલકાં ઘટકોને પવન વડે કે ફુંકાતી હવા વડે અલગ કરવાની ક્રિયાને ઊંપનવું કહે છે.

21. ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે?
ઉત્તર : જ્યારે મિશ્રણ ના ઘટકો સરળતાથી દેખાતા ન હોય , ઘટકોના કણોના કદ સમાન હોય, તેમને વીણીને અલગ કરી શકાતા ના હોય ત્યારે ઊપણવાની પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટકો પરસ્પર હલકા , ભારે હોવા જરૂરી છે.

22. અનાજ ઝીણો કચરો દૂર કરવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તર : અનાજના ભારે દાણામાંથી હળવો ઝીણો કચરો દૂર કરવા ઊપણવાની પદ્ધતિ વપરાય છે. 

 23. ચણામાંથી ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? 

ઉત્તર : ચણા ભારે અને ફોતરા હલકાં હોવાથી ઊપણવાની ક્રિયા દ્વારા ફોતરા અલગ કરવામાં આવે છે. 

24. રોજિંદા જીવનમાં ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો. 
ઉત્તર : (1)સિંગદાણાને શેકી ને તેના ફોતરા દૂર કરવા. (2)ચણાના છોડા દૂર કરવા.(2) અનાજ, જીરૂ, વરિયાળી વગેરેમાંથી હલકો કચરો દૂર કરવા ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. 


25. ઊપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. 
ઉત્તર : ઊપણવાની માટેના મિશ્રણને ખુલ્લા મેદાનમાં કે ઉંચા પ્લેટફોર્મ પર લઇને ઉભા રહો. આ મિશ્રણને ડીશ , કાગળ કે સુપડા લો. તેને ખંભા જેટલી ઊંચાઈ રાખી, થોડું નમાવી આ મિશ્રણને નીચે તરફ સરકવા દેવું. પવનના કારણે હલકા કટકો દૂર જઈને પડશે જ્યારે ભારે ઘટકો નજીક જ પડશે. 

26. રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ પદ્ધતિથી દૂર કરશો ? 
ઉત્તર : રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણો ઊપણવાની ક્રિયાથી અલગ કરીશું. 

27. ઝીણું મીઠું અને દળેલી ખાંડ ને ઊપણવાની પદ્ધતિથી અલગ ન કરી શકાય કારણકે.... 
ઉત્તર : જો મિશ્રણના ઘટકોના કણોના કદ અને ઘનતા જુદા જુદા હોય, એટલે કે હલકાપણું અને ભારે પણું અલગ અલગ હોય તો પવન દ્વારા અલગ પડી શકે. ઝીણું મીઠું અને દળેલી ખાંડના કણોમાં આ તફાવત બહુ નાનો હોવાથી ઊપણવાની ક્રિયા દ્વારા અલગ કરી શકાય નહીં. 

28. વ્યાખ્યા આપો: ચાળવું 
ઉત્તર : જ્યારે મિશ્રણમાંના ઘટકોના કણો અલગ-અલગ કદ ના અને ઘન સ્વરૂપમાં હોય ત્યારે ચાળણી ના છિદ્રો દ્વારા અલગ પાડવાની ક્રિયાને ચાલવું કહે છે. 

29. રોજિંદા જીવનમાં ચાળવા ની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો. 
ઉત્તર : (1) લોટમાંથી ભુંસું અને થુલું દૂર કરવા.(2) બાંધકામ કરતી વખતે રેતીમાંથી પથ્થર અને કાંકરા દૂર કરવા.(3) રાઈ, તલ, જીરૂ વગેરેમાંથી ઝીણી કાંકરી દૂર કરવા ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. 

30. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવાની સાથે વપરાય છે? 
ઉત્તર : ચાળણી 

31. ચાળવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. 
ઉત્તર : અનાજ દળવાની ઘંટી માં ઘઉં થેલો ભરીને ત્રાસા ,મોટા , ચાળણ પરથી પસાર કરવામાં આવે છે. ‍ચાળણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા, ડાળખાં અને ફોતરા દુર કરે છે. આમ અનાજ છૂટું પડે છે.ચાળવાની રીત દ્વારા નાના, ઘન ,અદ્રાવ્ય બિનજરૂરી ઘટકોને દૂર કરી શકાય છે. 

32. વ્યાખ્યા આપો: નિક્ષેપણ 
ઉત્તર : જ્યારે મિશ્રણ માં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેરવાથી પાત્ર માં તળીયે નીચે બેસી જાય છે એને નિક્ષેપણ કહે છે. 

33. વ્યાખ્યા આપો: નિતારણ 
ઉત્તર: મિશ્રણને પાણીમાં ઉમેરી હલાવી થોડીવાર પછી ઉપરના પ્રવાહને અન્ય પાત્રમાં લઈ નિશ્ચિત પદાર્થોથી અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. 

34. પાણીમાં રહેલી કેવા પ્રકારની અશુદ્ધિ નિતારણ પદ્ધતિના ઉપયોગથી દૂર કરી શકાય છે? 
ઉત્તર : પાણીમાં રહેલી અદ્રાવ્ય અને હલકી અશુદ્ધિઓને નિતારણ દ્વારા દૂર કરી શકાય છે. પાણીમાં રહેલ ધૂળ કે માટી ના રજકણો હળવા હોય છે તેથી દૂર કરી શકાય. 

35. રોજિંદા જીવનમાં નિતારણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. 
ઉત્તર : દાળ અને ચોખા માં રહેલી અદ્રાવ્ય સુધી વજનમાં હળવી હોય છે. રાંધતા પહેલાં દાળ ચોખા માં પાણી રેડી સહેજ હલાવી સ્થિર રાખતા ઉપર આવી જાય છે. પાત્રને નમાવીને ધુળવાળુ પાણી દૂર કરવામાં આવે છે. આ રીતે રોજીદા જીવનમા રસોઈ કરતા પહેલા ની તારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. 

36. નિતારણ પદ્ધતિથી મિશ્રણના કયા ઘટકો દૂર કરી શકાય છે? 
ઉત્તર : પાણી કરતાં હલક અદ્રાવ્ય ઘન પદાર્થ 

37. છાશમાંથી વધારાના પાણીનો ભાગ દૂર કરવાની પદ્ધતિ નો ઉપયોગ થાય છે? 
ઉત્તર : નિતારણ 

38. એક બીજા માં ન ભળી જાય તેવા બે પ્રવાહી મિશ્રણ ને કેવી રીતે લગ્ન કરશો? 
ઉત્તર : બંને પ્રવાહીના મિશ્રણને હલાવીને સ્થિર કરતાં હળવો ઘટક ઉપરનું અલગ સ્તર રચે છે, જેને નિતારણ દ્વારા અલગ કરી લઇ લેવામાં આવે છે. 

39. એક બીજામાં ન ભળેતેવા પ્રવાહી પદાર્થોનું મિશ્રણ ને છુટા પાડવા માટે કયું સાધન વપરાય છે? 
ઉત્તર : પુથકરણ ગળણી 

40. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વધુ સરળ છે? 
ઉત્તર: ગાળવું 

41. તફાવત આપો: ગાળણ અને નિતારણ

ગાળણ

નિતારણ

1. પ્રવાહી અને તેમાં અદ્રાવ્ય ઘન પદાર્થોના મિશ્રણને ગળણી વડે અલગ કરવાની પદ્ધતિને ગાળણ કહે છે.

2. દા.ત., ચા બનાવ્યા પછી ચાની પત્તીને ગળણી વડે દૂર કરીએ છીએ.

1. મિશ્રણમાં પાણી ઉમેરી, હલાવી, થોડીવાર પછી દ્રાવણને અલગ પાત્રમાં લઇ, નિક્ષેપિત પદાર્થથી અલગ પાત્રમાં લઇ, નિક્ષેપિત પદાર્થથી અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે.

2. દા.ત., દાળ–ચોખામાં રહેલી ધૂળને નિતારણ દ્રારા દૂર કરીએ છીએ.


42. રોજિંદા જીવનમાં ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે?
ઉત્તર: 
(1) ચા માંથી ચાની પત્તી દૂર કરવા 
(2) શાકભાજી, ફળોના રસમાંથી બીજ અને દૂર કરવા 
(3) માખણ તાળ્યા પછી પ્રવાહી સ્વરૂપનું ઘી છૂટું પાડવા માટે 
(4) પીવાના પાણીને ગાળવા માટે આ રીતે રોજીંદા જીવનમાં ગાળણ પદ્ધતિને ઉપયોગમાં લેવાય છે.

43. ગાળણ માટે વપરાતાં સાધનોના નામ લખો.
ઉત્તર: 
(1) ફિલ્ટર પેપર મૂકેલી ગળણી. 
(2) તાર કે પ્લાસ્ટિકની ઝીણા તાર/કાપડ વળી ગળણી. 
(3) પ્રયોગ કરવા માટે : ગળણી, ફિલ્ટર પેપર, સ્ટેન્ડ, બે - ત્રણ બિકર, કાપડનો ટુકડો વગેરે ગાળણ માટે વપરાતાં સાધનો છે.

44. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે, ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ............. કહે છે.
ઉત્તર: ગાળણ

45. વ્યાખ્યા આપો: બાષ્પીભવન
ઉત્તર: પાણીની બાષ્પમા રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.

46. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની સમગ્ર પ્રક્રિયા વણૅવો.
ઉત્તર: બાષ્પીભવન

47. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની સમગ્ર પ્રક્રિયા વણૅવો.
ઉત્તર: દરિયાના પાણીમાં ઘણા ક્ષાર દ્રાવ્ય થયેલા હોય છે. આમાંનો એક ક્ષાર એ સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડા માં ભરવામાં આવે ત્યારે સુર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે. ધીમે ધીમે પાણી બાષ્પીભવન દ્વારા બાષ્પ (વરાળ)માં ફેરવાઈ ને વાતાવરણમાં ભળી જાય છે. થોડા દિવસોમાં તમામ પાણી બાષ્પમાં ફેરવાય છે અને તેમાં દ્રાવ્ય થયેલા ક્ષારો ઘન સ્વરૂપે બાકી રહે છે. આ ક્ષારોનું શુદ્ધીકરણ કરીને તેમાંથી મીઠું મેળવાય છે.

48. ખાંડના દ્રાવણમાંથી તેનાં ઘટકોને છૂટા પાડવા કઇ પદ્ધતિ વપરાય છે? કારણ સહીત સમજાવો.
ઉત્તર: ખાડના દ્રાવણમાંથી ઘટકો છૂટા પાડવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. ખાંડના દ્રાવણને બિકર માં લઈ ગરમ કરી ઊંકાળતા તેમાંથી પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે. જેનું ઘનીભવન કરી પ્રવાહી સ્વરૂપ મેળવી શકાય. જ્યારે ખાંડના કણો ઘન સ્વરૂપે પાત્રમાં જ રહે છે. આમ ખાંડ અને પાણીને અલગ કરી શકાય.

49. વ્યાખ્યા આપો: ઘનીભવન
ઉત્તર: પાણીની વરાળનું ઠંડા પડીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.

50. દ્રાવણ ક્યારે સંતૃપ્ત થયું કહેવાય?
ઉત્તર: જ્યારે દ્રાવણમાં દ્રાવણ ને ગરમ કર્યા પછી પણ વધુ દ્રાવ્ય ન ઓગળે ત્યારે તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

51. વ્યાખ્યા આપો :
(1) સંતૃપ્ત દ્રાવણ ઉત્તર: જે દ્રાવણમાં વધુ ન ઓગળી શકાય તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

(2) અસંતૃપ્ત દ્રાવણ ઉત્તર: જે દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગળી શકાય તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.

52. જોડકા જોડો :

વિભાગ અ

વિભાગ બ

1. મીઠું અને પાણી

1. ગાળણ

2. કાંકરા અને ચોખા

2. ઊપણવું

3. ફોતરાં અને અનાજ

3. વીણવું

4. ચાની પત્તી અને ચા

4. બાષ્પીભવન અને ઘનીભવન


ઉત્તર

1. – 4

2. – 3

3. – 2

4. – 1


53. લણણી સમયે દાણાએને ડૂંડાંથી અલગ અલગ કરવામાં આવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

54. ખાંડનું દ્વાવણ ઘન અને પ્રવાહી ઘટકોમાંથી બને છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

55. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો નથી વપરાતાં. (✔ કે ✖)
ઉત્તર : ✖

56. ઊપણવાની પદ્ધતિ માટે પવન જરૂરી છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

57. દળેલું મીઠું અને દળેલી ખાંડનાં મિશ્રણને ઊણપવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

58. ચાળવાની ક્રિયાથી મિશ્રણના ઘટકો છૂટા પાડવા મિશ્રણ સરખા કદનાં ન હોય તેવા ઘન પદાર્થોનું હોવું જોઇએ. (✔ કે ✖) 
ઉત્તર : ✔

59. પાણીમાં દ્વાવ્ય પદાર્થને નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. (✔ કે ✖) 
ઉત્તર : ✖

60. અનાજમાંથી ફોતરાં નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

61. સીંગતેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા પૃથ્થકરણ ગળણી વપરાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

62. પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. (✔ કે ✖) 
ઉત્તર : ✖

63. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

64. પ્રવાહીમાં ઓગાળેલા ઘન પદાર્થોને છૂટા પાડવા બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close