કેટેગરી માંથી પસંગી કરો

27 July 2017

DATE 27 JULY 2017 ALL NEWS UPDATE OF THE DAYબંધ થઈ જશે 500 અને 2000 રૂ.ની નોટ?

SANDESH NEWS,......
ડિજિટલ ઇકોનોમી પર સૂચનો આપવા માટે બનાવવામાં આવેલી મુખ્યમંત્રીઓની પેનલના વડા ચંદ્રાબાબુ નાયડુએ 500 અને 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો વિકલ્પ આપ્યો છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ જરૂરી છે.
આ મામલે ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે ‘હું એવી પહેલી વ્યક્તિ છું જેણે 1000 અને 500 રૂ.ની નોટો બંધ કરવાની માગણી કરી છે. જોકે 2000 અને 500 રૂ.ની જે નવી નોટ લાવવામાં આવી છે એને પણ હટાવી દેવી જોઈએ. હાલમાં વિશાખાપટ્ટનમના એક હવાલા રેકેટમાં 1,379 કરોડ રૂ. દેશની બહાર મોકલી દેવામાં આવ્યા છે.’
ચંદ્રાબાબુ નાયડુએ માહિતી આપી છે નોટબંધી પછી મેં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને કહ્યું હતું કે એ આંધ્રપ્રદેશ માટે વધારે રકમ મોકલે ત્યારે આરબીઆઇના ચીફે કહ્યું હતું કે આંધ્રપ્રદેશ માટે પૈસા મોકલવામાં આવી રહ્યા છે પણ એ ક્યાં જાય છે એ ખબર નથી પડતી. આ સમયે ચંદ્રાબાબુએ નામ આપ્યા વગર વાઇએસઆર કોંગ્રેસ ચીફ જગમોહન રેડ્ડી પર નિશાનો સાધીને કહ્યું છે કે આ ટ્રાન્ઝેક્શન માટે અનેક નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી અને કેટલાક અજાણ્યા લોકોએ આ કામને અંજામ આપ્યો છે.
loading...loading...loading...loading...loading...loading...

No comments:

Post a Comment

GOVERNMENT TEACHER © 2015-16. All Rights Reserved.
Designed And Owned by Nikunj Savani